________________
૩૨
પુરિસાદાણી શ્રીપાશ્વનાથજી સત્કાર કર્યો. રાજાએ કહ્યું કે “હું તમારા દર્શન કરવાને ઉત્કંઠિત હતો અને મારે તમારી પાસે આવવું જ જોઈએ તે છતાં તમે પોતે અહીં કેમ આવ્યા?”
ગાલવ બેલ્યા: “બીજા પણ જે કઈ અમારે આશ્રમે આવે તો તે અમારે અતિથિપણાથી પૂજ્ય છે, તેમાં પણ તમે તો વિશેષ પૂજ્ય છે. આ પદ્મા જે મારી ભાણેજ છે, તેને જ્ઞાનીએ તમારી પત્ની કહેલી છે. તેના પુણ્યગે તમે અહીં આવી ચડ્યા છે, માટે હવે આ બાળાનું પાણિગ્રહણ કરે.’
ગાલવ મુનિનાં વચનથી જાણે બીજી પદ્મા (લક્ષ્મી) હોય તેવી પદ્માને સુવર્ણબાહ ગાંધર્વ વિવાહથી પરણ્યા. પછી રત્નાવલીએ હર્ષિત ચિત્તવાળા સુવર્ણબાહુને કહ્યું કે “હે રાજનું તમે આ પદ્માના હૃદયકમળમાં સદા સૂર્ય જેવા થઈ રહે.'
એ સમયે રત્નાવણીનો પત્તર નામે એક સાપત્ન પુત્ર જે ખેચરપતિ હતા તે કેટલોક ભેટ લઈ વિમાનેથી આકાશને આચ્છાદન કરતે તે પ્રદેશમાં આવ્યું. રત્નાવળીએ તેને બધી હકીક્ત નિવેદન કરવાથી તે સુવર્ણબાહુને નમ
સ્કાર કરી, અંજલિ જોડીને કહેવા લાગ્યું: “હે દેવ ! આ તમારે વૃત્તાંત જાણીને હું તમને સેવવાને માટે જ અહીં આવ્યો , માટે હે રાજન્ ! મને આજ્ઞા આપો. અને હું પ્રતાપી! વૈતાઢ્યગિરિ ઉપર મારું નગર છે ત્યાં આપ પધારો. ત્યાં આવવાથી વિદ્યાધરની સર્વ અર્ધલક્ષ્મી આપને પ્રાપ્ત થશે.” - તેના અતિ આગ્રહથી રાજાએ તેનું વચન સ્વીકાર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org