________________
આઠમો ભવ
૩૧ રાજાએ આ પ્રમાણે કહ્યું કે “ભદ્ર! તે કુળપતિ ગાલવ મુનિ હાલ ક્યાં છે? તેમનાં દર્શનથી મને વિશેષ આનંદ ઉત્પન્ન થશે.”
તે બોલી: “પૂર્વોક્ત મહામુનિએ આજે અહીંથી વિહાર કર્યો છે, તેથી તે મુનિને વળાવવા માટે ગાલવ મુનિ ગએલા છે. તે હમણાં તેમને મૂકીને અહીં આવશે.”
તેવામાં “હે નંદા! પદ્માને અહીં લાવ, કુળપતિને આવવાને સમય થયે છે.” આ પ્રમાણે એક વૃદ્ધ તાપસીએ કહ્યું.
તે જ વખતે ઘોડાની ખરીઓના અવાજથી પોતાના સૈન્યને આવેલું જાણીને રાજાએ કહ્યું કે “તમે જાઓ, હું પણ આ સૈન્યના ક્ષોભથી આશ્રમની રક્ષા કરૂં.” પછી નંદા સખી, સુવર્ણ બહુ રાજાને વાંકી ચીવાથી અવલોકતી, પદ્માને ત્યાંથી માંડમાંડ લઈ ગઈ.
કુળપતિ આવ્યા એટલે નંદાએ તેમને અને રત્નાવળીને હર્ષથી સુવર્ણબાહુ રાજાનો વૃત્તાંત કહી જણાવ્યું.
તે સાંભળો ગાલવ ઋષિ બોલ્યા કે “તે મુનિનું જ્ઞાન ખરેખરૂં પ્રતીતિવાળું સિદ્ધ થયું. મહાત્મા જૈન મુનિઓ કદી પણ મૃષા ભાષણ કરતા નથી. હે બાળાઓ ! એ રાજા અતિથિ હવાથી પૂજ્ય છે. વળી રાજા વર્ણાશ્રમના ગુરૂ કહેવાય છે અને આપણું પદ્યાના તો પતિ થવાના છે, માટે ચાલે, આપણે પઘાને સાથે લઈને તેની પાસે જઈએ.”
પછી કુળપતિ ગાલવ રત્નાવળી, પડ્યા અને નંદાને સાથે લઈને રાજા પાસે ગયા. રાજાએ ઊભા થઈને તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org