________________
33
આઠમો ભવ એ સમયે પડ્યાએ પિતાની માતાને નમન કરીને ગદગદ વાણીએ કહ્યું કે “હે માતા ! હવે મારે પતિ સાથે જવું પડશે, કેમકે એમના સિવાય મારું હવે બીજું સ્થાન હાય જ નહીં, માટે કહે કે હવે ફરી વાર તમે કયારે મળશે? આ બંધુ જેવાં ઉદ્યાનવૃક્ષેને, પુત્ર સમાન મૃગશિશુઓને અને આ બહેનો જેવી મુનિકન્યાઓને મારે છોડવી પડશે. આ વહાલો મયૂર મેઘ વર્ષમાં પન્ન સ્વરે બોલી પોતાનું તાંડવા હવે કોની આગળ બતાવશે ? આ બેરસલી, અશેક અને આંબાનાં વૃક્ષોને, વાછડાને ગાયની જેમ, મારા વિના પયપાન કોણ કરાવશે ?”
રત્નાવળી બોલી: “વત્સ! તું એક ચક્રવતી રાજાની પત્ની થઈ છે, તે હવે ધિકકારભરેલા આ વનવાસના વૃત્તાંતને ભૂલી જજે અને આ પૃથ્વીના ઇંદ્ર-ચક્રવતી રાજાને અનુસરજે, તેથી તું તેની પટ્ટરાણી થઈશ. આવા હર્ષને વખતે હવે તું શક કરે છોડી દે.”
આ પ્રમાણે કહી તેણીના મસ્તક પર ચુંબન કરી, ભરપૂર આલિંગન આપી અને ઉત્સંગમાં બેસાડીને રત્નાવળીએ શિખામણ આપવા માંડી કે “હે વત્સ! હવે તું પતિગૃહે જાય છે, તેથી ત્યાં હમેશાં પ્રિયંવદા થશે, પતિના જમ્યા પછી જમજે અને તેના સૂતા પછી સૂજે. ચક્રવતીની બીજી સ્ત્રીઓ કે જે તારે સપત્ની (શ ) થાય તે કદી સાપ ન્યભાવ બતાવે, તે પણ તું તેમને અનુકૂળ જ રહેજે, કેમકે મહત્વવાળા જનાની એવી ગ્યતા છે.”
“હે વત્સ ! હમેશાં મુખ આડું વસ્ત્ર રાખી, નીચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org