________________
આઠમે ભવ
લાગી કે “આ ભ્રમરરાક્ષસથી મારી રક્ષા કરે, રક્ષા કરે.”
સખીએ કહ્યું: “બેન ! સુવર્ણબાહુ રાજા વગર તારી રક્ષા કરવાને બીજે કેણ સમર્થ છે? માટે જે રક્ષા કરાવવાનું પ્રજન હોય તે તે રાજાને અનુસર.”
પદ્માવતીની સખીનાં આવાં વચન સાંભળી “ જ્યાં સુધી વજુબાહુનો પુત્ર પૃથ્વી ઉપર રાજ્ય કરે છે ત્યાંસુધી કે ઉપદ્રવ કરનાર છે ?” એમ બેલતો પ્રસંગ જાણનાર સુવર્ણબાહુ તત્કાળ પ્રગટ થયે.
તેને અકસ્માત પ્રગટ થએલ જોઈ અને બાળા ભય પામી ગઈ, તેથી ઉચિત પ્રતિપત્તિ કંઈ કરી શકી નહીં તેમ કાંઈ બેલી પણ શકી નહીં. “આ બને ભય પામી છે.” એવું જાણીને રાજા પુનઃ બેલ્યો કે: “હે ભદ્ર! અહીં તમારૂં તપ નિર્વિન ચાલે છે?”
આવા પ્રશ્નને સાંભળીને સખીએ ધીરજ ધરીને કહ્યું કે “જ્યાં સુધી વજબાહુના કુમાર રાજ્ય કરે છે ત્યાં સુધી તાપસના તપમાં વિદન કરવાને કેણ સમર્થ છે? હે રાજન! આ બાળા તે માત્ર કમળની બ્રાંતિથી કઈ ભ્રમરે તેના મુખ પર ડંસ કર્યો, તેથી કાયર થઈને “રક્ષા કરે, રક્ષા કરે” એમ બેલી હતી. ” આ પ્રમાણે કહીને તેણુએ એક વૃક્ષની નીચે આસન આપી રાજાને બેસાડ્યો.
પછી તે સખીએ સ્વચ્છ બુદ્ધિવડે અમૃત જેવી વાણીથી પૂછયું કે: “તમેનિદોષ મૂર્તિથી કેઈ અસાધારણ જન જણાઓ છે, તથાપિ કહે કે તમે કેમ છો? કઈ દેવ છે કે વિદ્યાધર છો?’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org