________________
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી તપવનમાં પ્રવેશ કરતાં વિચારમાં પડેલા તે રાજાનું જાણે નવીન કલ્યાણ સૂચવતું હોય તેમ દક્ષિણ નેત્ર ફરક્યું. પછી હર્ષયુકત ચિત્તે આગળ ચાલતાં દક્ષિણ તરફ સખીએની સાથે જળના ઘડાથી વૃક્ષોનું સિંચન કરતી એક મુનિકન્યા તેમના જેવામાં આવી.
તેને જોઈને રાજા વિચારવા લાગ્યો કે “અહો ! આવું રૂપ અપ્સરાઓમાં, નાગપત્નીમાં કે મનુષ્યની સ્ત્રીઓમાં જોવામાં આવ્યું નથી. આ બાળા તે ત્રણ લેકમાં પણ અધિક રૂપવંત છે.” આવો વિચાર કરીને તે વૃક્ષોની ઓથમાં રહી તેને જોવા લાગ્યું.
તેવામાં તે બાળા સખીઓ સહિત માધવમંડપમાં આવી. પછી પહેરેલાં વકલવસ્ત્રનાં દઢ બંધને શિથિલ કરીને બકુલ પુષ્પના જેવા સુગંધી મુખવાળી તે બાળા બોરસલીના વૃક્ષને સિંચન કરવા લાગી.
રાજાએ ફરી વાર ચિંતવ્યું કે “આ કમળ જેવાં નેત્રવિાળી રમણનું આવું સુંદર રૂપ કયાં અને એક સાધારણ સ્ત્રીજનને યોગ્ય એવું આ કામ કયાં? આ તાપસકન્યા નહીં હોય, કારણ કે મારું મન તેના પર રાગી થાય છે, તેથી જરૂર આ કોઈ રાજપુત્રી હશે અને કયાંકથી અહીં આવી હશે.” . રાજા આવો વિચાર કરતો હતો તેવામાં એ પદ્માવતીના મુખ પાસે તેના શ્વાસની સુગંધથી ખેંચાઈને એક ભમરે આવ્યા અને તેના મુખ પર ભમવા લાગે એટલે તે બાળા ભયથી કરપલ્લવ ઘજાવતો તેને ઉડાડવા લાગી પણ જ્યારે ભમરાએ તેને છેડી નહીં ત્યારે તે સખીને ઉદ્દેશીને કહેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org