________________
આઠમે ભવ
ર૭:
ઉપર આરૂઢ થઈને કીડા કરવાને નીકળી પડ્યો અશ્વને વેગ જેવાને માટે રાજાએ તેને ચાબૂક મારી; એટલે તત્કાળ પવનવેગી મૃગની જેમ તે સત્વર દોડ્યો. તેને ઊભે રાખવા માટે જેમ જેમ રાજા તેની લગામ ખેંચે તેમ તેમ તે વિપરીતશિક્ષિત અશ્વ અધિક અધિક દોડવા લાગ્યા.
માનનીય ગુરુજનને દુર્જન ત્યજી દે તેમ મૂર્તિમાન પવન જેવા તે અવે ક્ષણવારમાં સર્વ સિલિકોને દૂર છોડી દીધા. અતિ વેગને લીધે તે અશ્વ “ભૂમિ પર ચાલે છે કે આકાશમાં ચાલે છે તે પણ કઈ જાણી શકાયું નહીં અને રાજ પણ તેની ઉપર જ ઉદ્દગત થએલા હોય તેમ લેકે તર્ક કરવા લાગ્યા.
ક્ષણવારમાં તે અશ્વ સહિત રાજા વિચિત્ર વૃક્ષોથી સંકીર્ણ અને વિવિધ પ્રાણીઓથી આકુળ એવા દૂરના વનમાં આવી પહોંચ્યા. ત્યાં પિતાના આશય જેવું નિર્મળ એક સરોવર રાજાના જોવામાં આવ્યું. તેને જોતાં જ તૃષાતુર અને શ્વાસપૂર્ણ થએલે અશ્વ પિતાની મેળે ઊભે રહ્યો. પછી અશ્વ ઉપરથી પણ ઉતારી તેણે અને ન્ડવરાત્રે અને જળ પાયું. પછી પોતે સ્નાન કરીને જળપાન કર્યું.
સરોવરમાંથી નીકળીને ક્ષણ વાર તેના તાર ઉપર વિસામે લઈ રાજા આગળ ચાલ્યા. ત્યાં એક રમણિક તપોવન જોવામાં આવ્યું. તેમાં તાપસનાં નાનાં નાનાં બાળકો ઉત્સંગમાં મૃગનાં બચ્ચાઓ લઈને કયારામાં રહેલાં વૃક્ષોનાં મૂળને જળવડે પૂરતાં હતાં, તે જોઈને રાજા ઘણે ખુશી થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org