________________
પ્રકરણ ત્રીજું
છો ભવ આ જંબૂદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં તેના આભૂષણ તુલ્ય સુગંધ નામના વિજયમાં શુભંકરા નામે એક મોટી નગરી છે. તે નગરીમાં ઉત્કૃષ્ટ વિવાળો વાવીયે નામે રાજા રાજ્ય કરતો હતો. તે ભૂમિ પર આવેલા ઇંદ્રની જેમ સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો. તેને મૂર્તિ વડે જાણે બીજી લક્ષ્મીદેવી હોય તેવી લક્ષ્મીવતી નામે પૃથ્વીના મંડનરૂપ મુખ્ય મહિષી હતી.
કિરણગનો જીવ દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરી અશ્રુત દેવલોકમાંથી અવીને સરોવરમાં હિંસની જેમ તે લક્ષ્મીવતીના ઉદરમાં અવતર્યો. સમય આવતાં પવિત્ર આકૃતિને ધારણ કરનાર અને પૃથ્વીમાં આભૂષણરૂપ એવા પુત્રને તેણે જન્મ આપે. તેનું વજનાભ એવું નામ પાડયું. જગદ્રુપ કુમુદને ચંદ્રરૂપ અને ધાત્રીઓએ લાલિત કરે તે કુમાર અનુક્રમે માતાપિતાના આનંદની સાથે વૃદ્ધિ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org