________________
૧૮
-----
પરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી ક્ષયને માટે મારે પૂર્ણ ઉપકારી છે, જરા પણ અપકારી નથી. લાંબે કાળ જીવીને પણ મારે કર્મને ક્ષય જ કરવાને છે, તો તે હવે સ્વલ્પ સમયમાં કરી લઉં.”
આ પ્રમાણે વિચારી આલોચના કરી, બધા જગજજીને ખમાવીને નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં ધર્મધ્યાનસ્થ એવા તે મુનિએ તત્કાળ અનશન ગ્રહણ કર્યું.
ત્યાંથી કાળ કરીને બારમા દેવલોકમાં જંબૂઠુમાવર્ત નામના વિમાનને વિષે બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાં વિવિધ સમૃદ્ધિવડે વિલાસ કરતાં અને દેવતાઓથી સેવાતાં સુખમગ્નપણે કાળ નિર્ગમન કરવા લાગ્યા.
પેલો માસપે તે હિમગિરિના શિખરમાં ફરતો ફરતો અન્યદા દાવાનળથી દગ્ધ થઈ ગયે. ત્યાંથી મરીને બાવીશ સાગરોપમની સ્થિતિવાળે તમ:પ્રભા નરકમાં નારકીપણે ઉત્પન્ન થયું. ત્યાં અઢીસો ધનુષ્યની કાયાવડે તે નરકની તીવ્ર વેદનાને અનુભવતો સુખનો એક અંશ પણ મેળવ્યા વગર કાળ નિર્ગમન કરવા લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org