________________
ચેાથો ભવ
૧૭ સંસારથી વિરક્ત થએલા કિરણગે તત્કાળ પિતાના પુત્ર કિરણતેજને રાજય પર બેસાડો અને પોતે તે સુરગુરૂ મુનિની પાસે દીક્ષા લીધી. અનુક્રમે અંગધારી શ્રુતસ્કંધ હોય તેવા તે ગીતાર્થ થયા. - અન્યદા ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થઈને તે મુનિ આકાશગમન શક્તિ વડે પુષ્કરવર દ્વીપમાં આવ્યા. ત્યાં શાશ્વત અને નમીને વૈતાઢય ગિરિની પાસે હેમગિરિની ઉપર તે પ્રતિમા ધારણ કરીને રહ્યા. તીવ્ર તપ તપતાં, પરિષહોને સહન કરતાં અને સમતામાં મગ્ન રહેતાં એવા તે કિરણગ મુનિ ત્યાં રહ્યા સતા પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યા. ' પેલો કુર્કટ નાગને જીવ પાંચમી નરકમાંથી નીકળીને તે જ હિમગિરિની ગુહામાં મેટા સર્ષપણે ઉત્પન્ન થયો. યમરાજને ભુજાદંડ હેય તે તે સર્પ ઘણા પ્રાણીઓનું . ભક્ષણ કરતા તે વનમાં ફરવા લાગ્યા.
એક વખતે ફરતાં ફરતાં તેણે ગિરિની કુંજમાં સ્તંભની જેમ સ્થિર થઈને ધ્યાન ધરતા કિરણગ મુનિને જોયા. તત્કાળ પૂર્વ જન્મના વિરથી કેપવડે અરૂણ નેત્રવાળા થએલા તે સર્વે તે મુનિને ચંદનના વૃક્ષની જેમ પોતાના શરીરથી વીંટી લીધા.
પછી તીવ્ર ઝેરવડે ભયંકર એવી દાઢથી મુનિને અનેક સ્થાને દંશ કર્યા અને દંશવાળાં બધાં સ્થાનમાં તેણે ઘણું વિષ પ્રક્ષેપન કર્યું.
મુનિ ચિંતવવા લાગ્યા કે “અહો! આ સર્વે કર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org