________________
૧૬
પુરિસાદાણી શ્રીપાનાથજી
ક્રમે વિદ્યાકળાના નિધિ થઈ યૌવનાવસ્થા પામ્યા. વિન્ગતિએ તેને પ્રાર્થનાપૂર્વક પેાતાનું રાજ્ય આગ્રહથી ગ્રહણ કરાવ્યું અને પોતે શ્રુતસાગર ગુરુની પાસે વ્રત ગ્રતુણુ કર્યું.
સદ્ગુદ્ધિમાન એવા તે કિરણવેગ નિર્લોભીષણે પિતાની રાજ્યસંપત્તિનું પાલન કરવા લાગ્યા અને અનાસક્તપણે વિષયસુખનું સેવન કરવા લાગ્યા. કેટલેક દિવસે તેની પદ્માવતી નામની રાણીના ઉદરથી તેજના એક સ્થાનરૂપ કિરણતેજ નામે તેને એક પુત્ર થયા. અનુક્રમે કવચધારી અને વિદ્યાને સાધનારા તે મેાટા મનવાળા પુત્ર જાણે કિરણવેગની મીજી મૂર્તિ હાય તેવા દેખવા લાગ્યા.
તેવા સમયમાં સુરગુરૂ નામે મુનિમહારાજ ત્યાં સમવસર્યો. તે ખબર સાંભળી કિરણુવેગે તેમની પાસે જઈ અતિ ભક્તિથી તેમને વંદના કરી. પછી તે કરણવેગ રાજા તે મુનિના ચરણ પાસે બેઠા.
તેના અનુગ્રહને માટે મુનિ ધર્મ દેશના આપવા લાગ્યા: “ રાજન્! આ સંસારરૂપ વનને વિષે ચતુર્થ પુરૂષાર્થ (માક્ષ) સાધવાને સમર્થ એવું મનુષ્યપણું ઘણું દુલ ભ છે. તે પ્રાપ્ત થયા છતાં પણ અવિવેકી અને મૂઢ પ્રાણી, જેમ પામર જન અલ્પ મૂલ્યથી ઉત્તમ રત્નને ગુમાવે તેમ, વિષયસેવામાં તેને ગુમાવી દે છે. ચિરકાળ સેવેલા તે વિષયા જરૂર નરકમાં જ પાડે છે; માટે મેાક્ષફળવાળા સર્વજ્ઞભાષિત ધર્મ જ નિરંતર સેવવા ચાગ્ય છે. ”
કાનમાં અમૃત જેવી આ પ્રમાણેની દેશના સાંભળીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org