________________
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી અનુક્રમે યૌવનવય પામી શસ્ત્રશાસ્ત્રમાં વિચક્ષણ થયે. પિતાએ પવિત્ર દિવસે તેનો રાજ્યાભિષેક કર્યો. પછી વાવીય રાજાએ લમીવતી રાણી સહિત વ્રત ગ્રહણ કર્યું.
ત્યારપછી વજીનાભ પિતાના આપેલા રાજ્યનું સારી રીતે પાલન કરવા લાગ્યા. કેટલેક કાળે વજુનાભને પોતાની બીજી મૂર્તિ હોય તેવા અને પરાક્રમથી ચકના આયુધવાળા ચકવર્તી જેવો ચકાયુધ નામે પુત્ર થયે. ધાત્રીના હસ્વરૂપ કમળમાં ભ્રમરરૂપ એ કુમાર સંસારથી ભય પામતા પિતાની દીક્ષા લેવાની ઈચ્છા સાથે પ્રતિદિન વધવા લાગ્યો.
ચંદ્રની જેમ કળાપૂર્ણ એવા તે કુમાર અનુક્રમે યૌવનવચને પ્રાપ્ત થયે, ત્યારે પિતાએ તેને પ્રાર્થના કરી કે :
હે કુમાર! આ રાજ્યને ગ્રહણ કર. હું સંસારથી નિર્વેદ પામેલે છું, તેથી તને રાજ્યભાર સેંપીને હમણાં જ મેક્ષના એક સાધનરૂપ દીક્ષાને ગ્રહણ કરીશ.”
ચકાયુધે કહ્યું કે: “હે પૂજ્ય પિતા ! બાળચાપલ્યથી કદી મારાથી કેઈ અપરાધ થઈ ગયા હોય તો તેથી શું તમે મારી ઉપર આવે અપ્રસાદ કરશે ? માટે મને ક્ષમા કરે અને મારી જેમ આ રાજ્યનું આપ જ પાલન કરે. આટલી વાર સુધી મારું પાલન કરીને હવે છોડી દો નહીં.”
વજુનાભ બેલ્યા : “હે નિષ્પાપ કુમાર ! તારે કાંઈ પણ અપરાધ નથી, પરંતુ અધોની જેમ પુત્રનું પણ ભાર ઉતારવાને માટે જ પાલન કરાય છે, તેથી હે પુત્ર ! તું હવે કવચધારી થયે છે; માટે મારા દીક્ષાને મને રથ પૂરા કર, કેમકે તે મનોરથ તારા જન્મની સાથે જ મને ઉત્પન્ન થયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org