________________
- ૩૬
પુરિસાદાણી શ્રી પાશ્વનાથજી મને નેત્ર આપો! નેત્ર આપ!” એમ ભક્તિમાં ભાવવિજયજી તલ્લીન થયા, છતાં નેત્ર પ્રગટ થયાં નહીં. ત્યારે તેમને બહુ દુઃખ થયું અને પોતાની નિંદા કરવા લાગ્યા. આંખમાંથી તરતજ અશ્ર વહેવા માંડ્યાં અને એમ પશ્ચાત્તાપ કરતાં કરતાં આંખના પડલ ભાવવિજયગણિના ખુલી ગયાં. ભગવંતનાં સાક્ષાત દર્શન થયાં. ગએલાં નેત્રે ફરીને પ્રગટ થયાં. પછી યથા સમયે સકલ સંઘમાં જયજયકાર થયો, અને ભગવાનને મહિમા ગવાણ, ભાવવિજયગણિએ પારણું કર્યું, પણ ભાવવિજય ગણિ વારંવાર ભગવાનનાં દર્શન કરવા લાગ્યા. તે દિવસે રાતના શાસન દેવતાએ આવીને સ્વપ્નામાં ભાવવિજયગણિને દેરાસર મેટું બનાવવાને જણાવ્યું.
પછી ભાવવિજયગણિએ સવારમાં તે વાત સંઘની આગળ નિવેદન કરી. સંઘે મંદિર બંધવાનું શરૂ કર્યું, પછી સંઘ ત્યાં વ્યવસ્થા કરી પાટણ તરફ વિદાય થયા. થોડા શ્રાવકે ત્યાં રહ્યા અને દેરાસરનું કામકાજ ચાલુ રાખ્યું. અનુક્રમે વરસ દિવસમાં દેરાસર ત્યાં તૈયાર થયું તે વખતે ભાવવિજ્યગણિએ ફરીને સંવત ૧૭૧૫ ના ચત્ર સુદી ૬ ને વાર રવીવારે પ્રતિષ્ઠા કરી તે વખતે પણ ભગવાન એક - આંગલ જમીનથી અદ્ધર રહ્યા. પૂર્વાભિમુખે ભગવાનની
પ્રતિષ્ઠા કરી દેરાસર ત્યાંને ત્યાં જ ફરીને પણ બંધાવવામાં આવ્યું હતું. તેને નાનામાંથી મોટું કરવામાં આવ્યું હતું. ભાવવિજય ગણિ પણ બેધિબીજ ઉત્પન્ન કરી કૃત કૃત્ય થયા. પછી ત્યાં કેટલાક કાલ રહીને ભાવવિગણિ ફરીને - અહીંયાં આવવાની ઈચ્છા કરતા હતા અન્યત્ર વિહાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org