________________
શ્રીઅંતરીક્ષ પાશ્વનાથજી
૨૩૭ ગયા. શ્રીવિજયદેવસૂરિ અને ભાવવિજય ગણિનાં પગલાં ભેંયરામાં માણભદ્રજીના સ્થાનકમાં છે.
અકબર બાદશાહને પ્રતિબંધ કરનારા શ્રીહીરવિજયસૂરિ જેમને બાદશાહે તામ્રપત્ર ઉપર સાત તીર્થોના લેખ કરી આપ્યા છે. તેમના શિષ્ય શ્રીમદ્ વિજયસેનસૂરિ તેમણે જહાંગીર બાદશાહને પ્રતિબધી જીવદયાનો ડંકે વગડા. તેમના શિષ્ય શ્રીમદ્ વિજયદેવસૂરિએ યવન આદિને પ્રતિબધી જીવદયાનો ડંકો વગડાવ્યું. તેમના શિષ્ય શ્રી વિજયપ્રભસૂરિ થયા તેમના સમયમાં ભાવવિજયગણિ થએલા છે.
*. વર્તમાન વિક્રમની વીસમી સદીમાં માલેગામ નિવાસી દશાશ્રીમાળી વણિક ગ્રહસ્થ બાલચંદ હીરાચંદને સ્વદેશી હલચાલને કારણે સંવત ૧૯૭૮ માં કેદખાનાની પાંચ વરસની સજા થઈ હતી, જ્યાં તેમને અત્યંત હાડમારી હતી, કેદખાનામાં તેમના પર જુલમ સખ્ત હતો. પછી કેદખાનામાં તેમણે અંતરીક્ષજી પાર્શ્વનાથનું સ્મરણધ્યાન કરવા માંડયું. અને પોતે છુટા થતાં ભગવાનનાં દર્શન કરે ત્યારે જ અમુક દ્રવ્ય ખપે એ અભિગ્રહ કર્યો. પછી એકદા રાતના અર્ધ નિંદ્રીત સ્થીતિમાં ભગવાનના ધ્યાનમાં લીન થએલા તે સ્થીતિમાં તેમને જણાવ્યું કે પિતાની પલાંઠી ઉપર એક બાજુએથી સર્પ ચડીને બીજી બાજુએ ઉતરી ગયે એમ તેમને ભાસ થયો. પ્રભાત થતાં તેમને સરકાર તરફથી નિર્દોષ ગણું છોડી દેવામાં આવ્યા. શ્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org