________________
શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથજી
૨૩ય
વૃતકલોલ પાર્શ્વનાથ કહેવાયા. હે વિશ્વવત્સલ પુરૂષ! પુત્રના ફળની ઈચ્છાવાળાને ત્યાં પુત્રની વૃદ્ધિ થવાથી તમે ફેલવધી પાર્શ્વનાથ તરીકે દુનિયામાં ગવાયા હે જગવત્સલ! જગતમાં આશ્ચર્યકારક એવા તમે સર્વ લોક સમક્ષ અદ્ધર રહેવાથી દુનિયામાં અંતરીક્ષ પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયા. હા! ભગવંત! હજારે જીહા છતાં તમારૂ વર્ણન કરવાને કેણુ શક્તિમાન છે ! આઠમા વિષ્ણુ (નારાયણ) રામ લક્ષણ પણ તમારા જ પ્રભાવ થકો સમુદ્ર ઉલંઘી રાવણને છતી સીતાજીને છોડાવી લાવ્યા. મહા ભયંકર એ તોફાની સમુદ્ર તેનું જળ રામ લક્ષમણના આરાધનાથી તમારાજ પ્રભાવ થકી થંભાઈ ગયું હતું. જેથી રામ લક્ષમણે આશ્ચર્ય પામી સ્થંભન પાર્શ્વનાથ તરીકે તમારી જગતમાં સ્તુતિ કરી. નવમા વિષ્ણુ (નારાયણ) શ્રીકૃષ્ણનું સન્ચ જરાસંઘ (પ્રતિવિષ્ણુ) ની જરા નામે આસુરી વિદ્યાથી જ્યારે જર્જરીત થયું તે વખતે તમારા સ્નાત્રજલથી જરા નાશ પામી અને તમે શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે ભૂમિતલ ઉપર પ્રગટ થયા. હે! ભગવાન! તમારે કેટલે પ્રભાવ કહું હે જગતમાં વીર પુરૂષ! વિશ્વના અદ્વિતીય બંધે ! તમારા પ્રત્યક્ષ ચમત્કારો જોઈને જગતમાં આશ્ચર્ય થાય છે કે તમે દુન્યામાં મહા સમર્થ છો તે પછી મારી આંખે ઉઘાડવી તે કાંઈ મુશ્કેલ નથી. હા ! સ્વામિન ! હા તાત ! હા ! ભૂમિનાથ ! હા! વામાનંદન! હા! અશ્વસેન વંશ દીપક! મને પ્રત્યક્ષ દર્શન આપ! દર્શન આપે ! મારાં કષ્ટ કાપ! હા! વિશ્વમાં વિજયંત પુરૂષ! પુત્રને તેની ઈચ્છિત વસ્તુ પિતા નહીં આપે તે કોણ આપશે! હા! દેવાધિદેવ! વિશ્વવંદ્ય!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org