________________
ર૩૪
=
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી ભાવવિજય ગણિ હૃદયમાં અંતરીક્ષજીનું ધ્યાન ધરતા છતા સંઘ સાથે અનુક્રમે સીરપુર (અંતરીક્ષજી) આવ્યા. ત્યાં સકલ સંઘે ભગવાનના દર્શન કર્યો પણ ભાવવિજયગણિને તેમના અંધપણાથી દર્શન થયાં નહીં. જેથી પિતાના મંદ ભાગ્યની નિંદા કરવા લાગ્યા. પછી અન્નપાણીનો ત્યાગ કરીને પ્રભુના દર્શનની ઈચ્છાવાળા થયા છતાં “પ્રભુ! તમારા દર્શન થાય તો જ મારે આહાર પાણ કરવા” એ અભિગ્રહ કરીને તપ કરવા લાગ્યા ને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અનુક્રમે ત્રણ ઉપવાસ થયા. “હે ભગવાન! હે પાર્શ્વજિનરાજ ! તમે વિના સ્વાર્થે બળતા નાગને દર્શન આપી નવકાર સંભળાવવાવડે ભુવનપતિ નિકાયના નાગકુમાર દેવકને સ્વામી બનાવ્યા. વૈરી અને અતિ ક્રૂર એવા સાત સાત વિના દુશ્મન કમઠને તમે સમતિ આપી દીધું. હે પ્રગટ પ્રભાવી! ચિરકાળ પર્યત તમારી સેવા કરનારા અષાઢાભૂતિ શ્રાવકને તમે મુક્તિનું સુખ આપ્યું. હે વિશ્વમાં અદ્વિતીય પુરૂષ ! હે કરૂણ સાગર! તમારી ભકિત કરનારા એવા હાથીને તમે વ્યંતર લોકની અપૂર્વ રૂદ્ધિ આપી ને કલિકુંડ તીર્થ ત્યાં પ્રગટ થયું. વળી તે વિશ્વ વત્સલ નવાંગ વૃત્તિના કરનાર એવા અભયદેવસૂરિને કેઢ રેગ તમારાજ પ્રભાવ થકી દૂર થયે, બલકે તેમની સુવર્ણ સરખી કાયા થઈ. હે વિશ્વમાં વીર પુરૂષ! એલચપુરના એલચ રાજાને કુષ્ટિને રોગ તમેજ દૂર કર્યો! રાજ્યભ્રષ્ટ થએલા એવા પાલણ રાજાએ તમારાજ પ્રભાવ થકી ફરીને રાજ્ય પ્રાપ્ત કર્યું. તેમજ ઉદેશી નામને શ્રાવક, તેના ઘરને વિષે તમારા પ્રભાવ થકી ઘીની વૃદ્ધિ થઈ. તેથી જ તમે જગતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org