________________
૧૨
પરિસાદાણુ શ્રી પાર્શ્વનાથ તે ગજેન્દ્ર શ્રાવક ઇયમિત્યાદિકમાં તત્પરપણે નિરતિચાર અષ્ટમ વિગેરે તપસ્યા આચરતે ભાવયતિ થઈને રહ્યો. સૂર્યથી તપેલું જળ પીતો અને સૂકાં પાત્રાવડે પારણું કરતો તે ગજ હાથણીઓ સાથે ક્રીડા કરવાથી વિમુખ થઈ ખરેખર વિરક્ત બુદ્ધિવાળો બની ગયા.
તે હાથી હમેશાં એવું ધ્યાન ધરતે કે “જે પ્રાણ મનુષ્યપણાને પામીને મહાવ્રતને ગ્રહણ કરે છે તે જ ધન્ય છે, કેમકે દ્રવ્યનું ફળ જેમ પાત્રમાં દાન દેવું તે છે તેમજ મનુષ્યત્વનું ફળ ચારિત્ર ગ્રહણ કરવું તે જ છે. મને ધિક્કાર છે કે તે વખતે હું, દ્રવ્યને લોભી જેમ તેના ફળને હારી જાય તેમ, દીક્ષા લીધા વગર મનુષ્યપણાને પણ હારી ગયે”
આવી રીતે શુભ ભાવના ભાવતો ગુરૂની આજ્ઞામાં સ્થિર મનવાળો તે હાથી સુખદુઃખમાં સમાન પણે કાળ નિર્ગમન કરવા લાગ્યું.
કમઠ મરૂભૂતિના વધથી પણ શાંત થયે નહીં. તેનું આવું માઠું કૃત્ય જોઈ તેના ગુરૂ તેની સાથે બેલ્યા નહીં અને બીજા તાપસીએ પણ તેની વણી નિંદા કરી. પછી વિશેષ આર્તધ્યાનથી મૃત્યુ પામીને તે કુર્કટ જાતિને સર્પ થ.
તે ભવમાં જાણે પાંખેવાળે યમરાજ હોય તેમ તે અનેક પ્રાણીઓને સંહાર કરતે ફરવા લાગ્યો.
એક વખતે ફરતાં ફરતાં તેણે કેઈ સરોવરમાં સૂર્યના - તાપથી તપેલા પ્રાસુક જળનું પાન કરતા પેલા મરૂભૂતિ ગજેને જે. એટલામાં તે તે ગજેન્દ્ર કાદવમાં ખેંચી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org