________________
પૂર્વ ભવ ગજેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે તે મુનિને મસ્તકવડે પ્રણામ કર્યો.
મુનિએ ફરી વાર કહ્યું કેઃ “હે ભદ્ર! આ નાટક જેવા સંસારમાં નટની જે પ્રાણી ક્ષણે ક્ષણે રૂપાંતરને પામે છે. તે વખતે તું બ્રાહ્મણપણામાં બુદ્ધિમાન અને તત્ત્વજ્ઞ શ્રાવક હતે તે કયાં અને અત્યારે આ જાતિસ્વભાવથી પણ મૂઢ એ હાથી કયાં ? માટે હવે પાછો પૂર્વ જન્મમાં અંગીકાર કરેલો શ્રાવકધર્મ તને પ્રાપ્ત થાઓ.”
મુનિનું આ વાક્ય ગજે સુંઢ વગેરેની સંજ્ઞાથી કબૂલ કર્યું.
તે વખતે હાથણ થએલી કમઠની પૂર્વ ભવની સ્ત્રી વરૂણ ત્યાં ઊભી હતી. તેને પણ આ બધી હકીકત સાંભળવાથી ગજેંદ્રની જેમ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
અરવિંદ મુનિએ તે હાથીને વિશેષ સ્થિર કરવાને માટે પુન: ગૃહીધર્મ સંભળાવ્યો, તેથી તે ગજેન્દ્ર શ્રાવક થઈ મુનિને નમીને સ્વસ્થાને ચાલ્યો ગયો.
ગજેને બોધ થએલે જોઈ ત્યાં રહેલા ઘણા લોકો આશ્ચર્ય પામીને તરત જ સાધુ થયા અને ઘણા લોકે શ્રાવક થયા. સાગરદત્ત સાર્થવાહ જિનધર્મમાં એવો દઢ થયે કે તેને દેવતાઓથી પણ ચલાવી શકાય નહીં.
પછી અરવિંદ મહામુનિએ તેની સાથે અષ્ટાપદગિરિ પર જઈ સર્વ અહંતને વંદના કરી અને ત્યાંથી વિહાર કરીને અન્યત્ર ચાલ્યા ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org