________________
૧૦
પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથ પીવા લાગે. પછી સુંઢમાં જળ ભરી ઉછાળી ઉછાળીને હાથણીઓ સાથે ચિરકાળ કીડા કરીને તે સરોવરની પાર ઉપર આવ્યો. ત્યાં દિશાઓને અવલોકન કરતાં તે ગજે સમીપમાં જ મોટા સાથેને ઊતરેલ જે એટલે ક્રોધથી મુખ અને નેત્ર રાતાં કરી યમરાજની જેમ તેની ઉપર દેડ્યો. સુંઢને કુંડાળાકાર કર, શ્રવણને નિષ્કપ રાખી, ગજેનાથી દિશાઓને પુરતો મજેદ્ર સર્વ સાર્થિકોને મારવા લાગ્યા. તેથી જીવવાને ઈચ્છનાર સર્વ સ્ત્રીપુરૂષે પોતપોતાનાં ઊંટ વગેરે વાહન સાથે જીવ લઈને નાસવાં લાગ્યાં.
તે વખતે અરવિંદ મુનિ અવધિજ્ઞાનવડે તે હાથીને બેધને સમય જાણી તેની સન્મુખ કાર્યોત્સર્ગ કરીને સ્થિર ઊભા રહ્યા. તેમને જોઈને હાથો ક્રોધ કરો તેમના તરફ દોડ્ય; પણ તેમની સમીપે આવતાં તેમના તપના પ્રભાવથી તેને ક્રોધ શાંત થઈ ગયે, તેથી તત્કાળ સંવેગ અને અનુકંપા ઉત્પન્ન થતાં તેમની આગળ નવીન શિક્ષણીય શિષ્યની જેમ દયાપાત્ર થઈને તે ઊભે રહ્યો.
તેના ઉપકારને માટે મુનિએ કાર્યોત્સર્ગ પાર્યો અને શાંત તેમજ ગંભીર વાણીથી તેને બોધ આપવાને આરંભ કર્યો
અરે ભદ્ર! તારા મરૂભૂતિના ભવને તું કેમ સંભારતે નથી? અને આ હું અરવિંદ રાજા છું, તેને કેમ ઓળખતે નથી ? તે ભવમાં સ્વીકાર કરેલા આહંત ધર્મને તે કેમ છોડી દીધે? માટે હવે તે સર્વનું સ્મરણ કર અને જાપદ જાતિના મેહને છોડી દે.”
મુનિની આ પ્રમાણેની વાણી સાંભળતાં તરત જ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org