SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ટ પૂર્વ ભવ કેણ છે? તે દેવનાં બિંબ કેણે કરાવ્યાં છે? કેટલાં છે? અને તેમને વાંદવાથી શું ફળ થાય છે?” તે સાર્થવાહને આસજભવ્ય જાણુને અરવિંદ મુનિ બોલ્યા: હે ભદ્ર! અરિહંત વિના દેવ થવાને કઈ સમર્થ નથી. જે વીતરાગ, સર્વજ્ઞ, ઇંદ્રપૂજિત અને ધર્મદેશનાથી સર્વ વિશ્વને ઉદ્ધાર કરનાર હોય છે તે અરિહંત દેવ કહેવાય છે. શ્રી ત્રષભ પ્રભુના પુત્ર ભરત ચક્રવતી એ શ્રી કાષભાદિક વીશ તીર્થકરેની રત્નમય પ્રતિમા કરાવીને અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કરો છે તેમને વંદન કરવાનું મુખ્ય ફળ તો મેક્ષ છે અને નરેન્દ્ર તથા અડમિંદ્રાદિ પદની પ્રાપ્તિ-એ તેનું આનુવંગિક (અવાંતર) ફળ છે. હે ભદ્રાત્મા! જે પોતે હિંસા કરનાર, બોજાને દુર્ગતિ આપનાર અને વિશ્વને વ્યાહ કરનાર હોય, તેને દેવ કેમ કહેવાય?” આ પ્રમાણે બધથી તે સાગરદત્ત સાર્થવાહે તત્કાળ મિથ્યાત્વને છોડી દઈને તેમની પાસે શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા. અવિંદ મુનિ તેને પ્રતિદિન ધર્મકથા કહેતા સતા તેની સાથે ચાલ્યા. અનુક્રમે તે સાર્થવાહનો સાથ ક્યાં મરૂભૂતિ હાથી થએલે હતો તે અટવામાં આવી ચડ્યો. ભજનને સમય થતાં ક્ષીરસમુદ્ર જેવા પાણીવાળા એક સરોવરને તીરે સાર્થવાહે પડાવ કર્યો, એટલે કોઈ કાષ્ઠ માટે, કઈ તૃણ માટે ફરવા લાગ્યા અને કોઈ રસાઈ કરવામાં કાયા. એમ સર્વ જુદાં જુદાં કામમાં વ્યગ્ર થઈ ગયાં. આ સમયે મરૂભૂતિ હાથી હાથણીઓથી વીંટાઈને તે સરોવર પાસે આવ્યું અને સમુદ્રમાંથી મેઘની જેમ તે સરોવરમાંથી જળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005189
Book TitlePurisadani Parshwanathji
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy