________________
પરિસાદાણી શ્રીપાનાથજી છે!” એમ રાજા બોલવા લાગ્યા. તેવામાં તો જોરાવર પવનથી તે મેઘ આકડાના તેલની જેમ તત્કાળ નષ્ટ થઈ ગયે.
તે જોઈને રાજાએ ચિંતવ્યું કે: “અહો ! આ સંસારમાં સર્વ શરીરાદિક પણ આ મેઘની જ જેવા નાશવંત છે, તે તેમાં વિવેકી જન શી આશા રાખે ?” આ પ્રમાણે તીવ્રપણે શુભ ધ્યાન કરતાં તત્કાળ તે રાજાનાં જ્ઞાનાવરણીય અને ચારિત્રમેહનીય કર્મ ક્ષપશમ પામી ગયાં, તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
પછી મહેન્દ્ર નામના પુત્રને પોતાના રાજ્ય પર સ્થાપન કરીને તેણે સમંતભદ્રાચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી.
અનુક્રમે ગીતાર્થ થઈ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી પ્રતિમાને ધારણ કરીને અરવિંદ મુનિ ભવમાર્ગનું છેદન કરવાને માટે એકાકીપણે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શરીર ઉપર પણ મમતા વિનાના તે રાજાને વિહાર કરતાં ઉજજડમાં કે વસ્તીમાં, ગ્રામમાં કે શહેરમાં–કેઈ સ્થાનકે કદી પણ આસકિત થતી નહોતી.
અન્યદા તપસ્યાથી કૃશ અંગવાળા અને વિવિધ અભિગ્રહને ધારણ કરનારા એ રાજ મુનિ સાગરદત્ત શેઠના સાથે સાથે અષ્ટાપદ ગિરિ તરફ ચાલ્યા. સાગરદત્ત પૂછ્યું: “હે મહામુનિ ! તમે કયાં જશે?”
મુનિ બેલ્યા: “અષ્ટાપદ ગિરિ પર દેવ વાંદવાને માટે જવું છે. ”
સાર્થવાહે ફરીથી પૂછયું કે “તે પર્વત ઉપર દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org