________________
પૂર્વ ભવ પામીને શિવ તાપસની પાસે જઈને તપસ્વી થયે અને તે વનમાં જ રહીને તેણે અજ્ઞાન તપ આરયું.
મરભૂતિ પશ્ચાત્તાપ કરવા લાગ્યું કે મેં મારા ભાઈનું દુરિત રાજાને જણાવ્યું, તે અતિ ધિકકારભરેલું કામ કર્યું, માટે ચાલ, જઈને તે જ્યેષ્ઠ ભ્રાતાને ખમાવું.”
આવો વિચાર કરીને તેણે રાજાને પૂછયું. રાજાએ ઘણે વાર્યો, તે પણ તે કમઠ પાસે ગયે અને તેના ચરણમાં પડ્યો.
કમઠે પૂર્વે થએલી પિતાની વિડંબનાને સંભારીને અત્યંત ક્રોધથી એક શિલા ઉપાડીને મરૂભૂતિના મસ્તક પર નાખી. તેના પ્રહારથી પીડિત થએલા મરૂભૂતિના ઉપર પાછી ફરી વાર ઉપાડીને પિતાના આત્માને નિર્ભયપણે નરકમાં નાખે તેમ તેણે તે શિલા નાખો.
શિલાના પ્રહારની પીડાથી આર્તધ્યાને મૃત્યુ પામીને મરૂભૂતિ વિંધ્ય પર્વતમાં વિધ્યાચળ જેવો યુથ પતિ હાથી થ. કમઠની સ્ત્રી વરૂણ પણ કે પાંપણે કાળધર્મને પામીને તે યુથનાથ ગજેની વહાલી હાથિણ થઈ યુથપતિ ગિરિ, નદી વગેરેમાં સ્વેચ્છાએ તેણીની સાથે અખંડ સંભોગસુખ ભગવતે વિશેય પ્રકારે કોડા કરવા લાગ્યું.
તે અરસામાં પિતાનપુરને રાજા અરવિંદ શરઋતુમાં પિતાના અંત:પુરની સ્ત્રીઓની સાથે હવેલી ઉપર કીડા કરતો હતો. તે વખતે કીડા કરતા રાજાએ આકાશમાં ઇંદ્રધનુષ્ય અને વિજળીને ધારણ કરતા અને ઘણા શોભતા નવીન મેઘને ચઢેલ. જે. તે વખતે “અહો ! આ મેઘ કે રમણીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org