________________
શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથ
૨૩.
તેમણે (ભાનુરામે) દીક્ષા ગ્રહણ કરીને ભાવવિજય એવું તેમનું નામ રાખ્યું. આચાર્યની સાથે તેઓ વિહાર કરતા અનુક્રમે ભણી ગણે વિદ્વાન થયા. સૂત્રશાસ્ત્રોના જાણકાર થયા, તેમજ વિનય વૈયાવચ્ચ, વિવેક વગેરેથી ગુણવંત થયા. જેથી ગુરૂએ પ્રસન્ન થઈ જોધપુરના સંઘની સમક્ષ તેમને “ગણિ” પદ આપ્યું. પછી આચાર્ય અનુક્રમે ઉગ્રવિહાર કરતા ગુજરાતમાં આવ્યા, ભાવવિજય ગણિ પણ સાથે આવ્યા. પરંતુ તે ઘણું સુકમળ હોવાથી તેમને ઘણું મુશ્કેલી પડી, અને તેમની આંખેને દરદ થયું. વળી એવા ગ્રીષ્મરૂતુના તાપમાં પણ સૂરિશ્વર તે વિહાર કરતા કરતા અનુક્રમે પાટણ આવ્યા. ને ભાવવિજય ગણિ પણ આવ્યા તો ખરા પણ આંખો તેમની નબળી પડી અને તે દર્દમાં આંખે પણ તેમની જતી રહી અને પડ વળી ગયાં. પછી સૂરિશ્વર ચોમાસુ વિત્યાબાદ તેમને પાટણમાં રાખી ને એક બે સાધુઓ તેમની વૈયાવચ્ચમાં મૂકી આચાર્યશ્રી આગલ વિહાર કરી ગયા.
ભાવવિજયગણિ પિતાના પૂર્વકૃત દુષ્કૃતની નિંદા કરવા છતાં ને કિંકર્તવ્ય મૂઢ થયા છતાં પોતાના ગુરૂને ઉપદેશ યાદ કરવા લાગ્યા. સંઘે અનેક પ્રકારની દવા કરાવી પણ તેથી નેત્રને કાંઈ અસર થઈ નહીં. આચાર્ય મહારાજે પદ્માવતીદેવીનું આરાધન કરી તેને ઉપાય પૂછશે. તે વખતે દેવીએ તેમને ખુલાસો કર્યો, તે ખુલાસે આચાર્ય ભાવવિજયજીગણીને જણાવી વિહાર કરી ગયા હતા. હવે ભાવવિજયગણિને એ અરસામાં એક રાતના સ્વમામાં શાસનદેવીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org