________________
૨૨૪
શ્રીપુરિસાદાણુ પાર્શ્વનાથજી અંતરીક્ષ પાર્શ્વનાથ સંબધી સર્વ હકીક્ત કહી સંભળાવી.
સમય મુનિસુવ્રતસ્વામીના શાસનને હતો. અને આશરે આજથી લગભગ તે સાત લાખ વર્ષ પહેલાનો હતો. જ્યારે રાક્ષસક્રીપમાં લંકાધિપતિ આઠમા પ્રતિવાસુદેવ (પ્રતિ વિષ્ણુ) મહાભૂજ રાવણ ત્રણ ખંડાધિપતિ હતાં. વિશ્વમાં જેમની આજ્ઞા તે વખતે દુર્લભ ગણાતી હતી. સમસ્ત જગતને જીતવાને તે પિતે એકલાજ મહાસમર્થ હતા. તેમને ભગિનીપતિ પરદુષણ પાતાલ લંકાને રાજા હતા. તેમને રાવણે કેઈ કાર્ય પ્રસંગે કોઈ ઠેકાણે જવાની આજ્ઞા કરી. જેથી તેઓ પિતાના સ્વામીના કાર્ય માટે પોતાના સેવક પરિવાર સહિત વિમાનમાં બેસીને ચાલ્યા. અનુક્રમે વિમાન વિંગેલી દેશમાં (વરાડ) આવ્યું. ત્યાં વિમાનથી નીચે ઉતરી કેઈ સુંદર જગ્યાએ ખાનપાનની તિયારી કરવાને રાજાએ સેવકને ફરમાવ્યું. ખાનપાન તૈયાર થતાં ખરદુષણ રાજા જૈન હોવાથી સ્નાન કર્યા પછી પૂજન કરવાને તેમને નિયમ હતો. તેમને સેવક પૂજારી ભગવંતની પ્રતિમા લેવી ભૂલી ગ હોવાથી ગભરાણે, અને રાજાને વિનંતિ કરી કે “હે પ્ર! પ્રતિમાજી હું પાતાલ લંકામાં ભૂલી ગયે છું. તો હવે શું થશે ?”
પછી રાજાએ ગાયનું છાણ અને નદીની વેલું મેળવીને ભાવિ તીર્થકર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા બનાવી ઘણી ભાવ ભક્તિ કરીને તેને પૂછ પછી પોતાના ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org