________________
૨૨૨
શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી એવી રીતે પોતાની ભૂલ જા સિદ્ધસેનસૂરિ વિચારમાં પડ્યા કે પોતાની ભૂલ કાઢનાર આ કોણ હશે, તરતજ પાલખી ઊભી રખાવી અને જોયું તે પિતાના ગુરૂ માલુમ પડ્યા પછી પાલખીમાંથી ઉતરી ગુરૂને વંદન કરી ખમાવ્યા. ગુરૂએ તેમને પ્રતિબોધી સંઘમાં લીધા, તે મહાન કવિ થયા છે, તેમના જેવા ત્યારપછી બીજા કોઈ કવિ થયા નથી. શ્રીઉપસર્ગહર પાર્શ્વનાથજી.
(૮૪) કરહેટકમાં ઉપસર્ગહર પાર્શ્વનાથનું તીર્થ હતું પણ હાલ જણાતું નથી. શ્રીઉમરવાડી પાર્શ્વનાથજી.
(૮૫) સુરત ગોપીપુરામાં એશવાલ મહોલ્લામાં ઉમરવાડી પાર્શ્વનાથનું જુનું દેરાસર સંઘનું બંધાવેલું છે.
શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથજી.
મારવાડમાં સાર નગરને વિષે રાજમલ નામે ધનાઢય શ્રાવક રહેતા હતા, જ્ઞાતે ઓશવાલા હતા, તેમને મુળી નામે સ્ત્રી હતી, ભાનુરામ નામે તરૂણ પુત્ર હતો. એક દિવસ તે નગરમાં ઘણું સાધુઓથી પરવરેલા શ્રી વિજયદેવસૂરિ પધાર્યા, તેમના ઉપદેશથી ભાનુ વૈરાગ્યવંત થયે ને માતા પિતાની અનુજ્ઞા મેળવી શ્રીવિજ્યદેવસૂરિ પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org