________________
શ્રીઅવતી પાર્શ્વનાથજી
તમારી નજર આગળ પ્રગટ થઈ છે ” તે સાંભળી રાજાએ હર્ષ પામીને મંદીર માટે સે ગામ આપ્યાં. અને પિતે સમ્યકત્વ અંગીકાર કર્યું. પછી ત્યાં મોટું દેરાસર બંધાવી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી.
કલ્યાણ મંદિર” સ્તોત્રના યંત્ર, મંત્ર તથા તેના વિધિ વિધાન માટે મારા તરફથી પ્રસિદ્ધ થએલ “મહાપ્રાભાવિક નવસ્મરણ” ગ્રંથ જુઓ. આ પ્રતિમાનું અવંતીકુમારના નામ ઉપરથી અવંતી પાર્શ્વનાથ નામ પાડ્યું. - હવે સિદ્ધસેનસૂરિએ વિક્રમ રાજાના અનુયાયી બીજા અઢાર રાજાઓને પ્રતિબેધ્યા. પછી તેએ અઢાર રાજાઓને પ્રતિબધી ઉજજૈનમાં રહેવા લાગ્યા. રાજાએ રાજસભામાં આવવા જવા માટે તેમને સુખાસન આપ્યું. તેમાં બેસીને સિદ્ધસેનસૂરિરાજસભામાં આવવા જવા લાગ્યા, અહીં આચાર્ય કંઈક શિથિલ થઈ ગયા. " સિદ્ધસેન અઢાર રાજાઓને પ્રતિબાધવા ગએલા છે તે પોતાનું કામ પૂરું કરી અત્યારે કાંઈક પ્રમાદમાં પડેલા છે એમ જાણીને તેમને પ્રતિબંધવાને ગુરૂ વૃદ્ધવાદિસૂરી ઉજજૈન આવ્યા. ત્યાં સુખાસન ઉપાડનાર ભેઈની જગાએ ભોઈ બનીને પોતે ઊભા રહ્યા. હવે જ્યારે સિદ્ધસેનસૂરિ પાલખીમાં બેસીને રાજદરબારે જતા હતા, તે વખતે વૃદ્ધવાદીસૂરિએ એક ભોઈને ઠેકાણે રહી પાલખો ઉપાડી લીધી. અને વૃદ્ધ હેવાથી ધીમે ધીમે ચાલવા લાગ્યા. ત્યારે સિદ્ધસેનસૂરિએ કહ્યું.
રિમા માળારતઃ અધ: જિં તવ વધતિ” અહીયાં વાતિ ને બદલે વાઘ આત્મને પદ વાપરવું જોઈએ, જેથી ગુરૂ બોલ્યા: ર તથા વાધ જો વા વાધતિ યાદ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org