________________
૨૨૦
શ્રીપુરિસાદા પાર્શ્વનાથજી ઉપર પગ મુકીને સૂતા. ત્યાં ઘણા લોકોએ ઉઠાડવા માંડયા, પણ ઉઠયા નહીં. પછી લોકેએ રાજા આગલ ફર્યાદ કરી. રાજાએ તરતજ માણસને હુકમ કર્યો ને બલાત્કારથી કાઢવા કહ્યું. માણસે આવીને ફડાફડ સાધુને ચાબુકે લગાવવા લાગ્યા. તરત જ રાણીવાસમાં રાણીઓને તેના પ્રહારે લાગવા માંડયા ને અત્યંત કોલાહલ મચ્ચે. આ સાંભળી રાજા વિક્રમ તરતજ ત્યાં દોડી આવ્યો. ને તેમને ઓળખ્યા પછી રાજાએ જણાવ્યું કે “મહાદેવ પૂજવાને એગ્ય છે. છતાં તેમના મસ્તક ઉપર તમે પગ કેમ રાખ્યા?”
સાધુએ કહ્યું કે : “એ મહાદેવ તો જુદા છે. તેમને હું તમારી આગળ હમણાં સ્તુતિ કરવા વડે કરીને પ્રગટ કરીશ !”
પછી તેમણે “કલ્યાણ મંદિર” સ્તોત્ર રચવા માંડયું. અગીયારમે કલેક બેલતાં ભૂમિકંપ થયે, ધુમાડો નીકળવા માંડ. તરતજ શિવલિંગ ફાટીને ધરણેન્દ્ર સહિત પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ, પછી ચુંમાલીશ ગાથાવડે મહારાજે સ્તોત્ર પૂર્ણ કર્યું.
પછી કુમુદચંદ્ર જણાવ્યું કે “હે રાજન પૂર્વે અહીંયાં ભદ્રા શેઠાણીને પુત્ર અવંતિસુકુમાર અનશન કરીને કાઉસગધ્યાને ઉપસર્ગથી મરણ પામીને નલિની ગુમ વિમાનને વિષે દેવ થયા છે. તે સ્થાને પિતાની યાદગીરીમાં તેના પુત્ર મહાકાલે પોતાના નામનું ચૈત્ય બંધાવી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. ત્યાં કેટલેક કાલે અન્ય ધમીઓએ મહાદેવનું લિંગ પધરાવી મૂળ પ્રતિમાને ગોપવી દીધી. તે આજે
ભદ્રા શેઠાણ
મરણતાની યાદગીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org