________________
શ્રી અવંતી પાર્શ્વનાથજી
૨૧૯
આવો જવાબ સાંભળીને રાજાએ મનમાં જ નમસ્કાર કર્યો. એટલે આચાર્ય કુમુદચંદ્ર ધર્મલાભ આપે.
રાજાએ પૂછ્યું “કેને ધર્મલાભ આપે છે? શું તમારામાં ધર્મલાભ આવા સસ્તા છે ?”
રાજન ! જેણે મનથી નમસ્કાર કર્યો છે, તેને માટે જ એ ધર્મલાભ છે. એ ખાલી ખ્યાલ નથી. દેવ ગુરૂ અને ધર્મને વંદન નમસ્કાર કરવા વડે પ્રાણીને ધર્મને લાભ એટલે ધર્મની પ્રાપ્તિ થાય છે તે પ્રાણી સંસાર સાગરને પાર પામી મુક્તિપદને પામે છે.
રાજાએ સંતેષ પામી કોડ સોનિયા આપવા માંડયા. તે ન લેતાં ધર્મ સ્થાનકે વપરાવ્યા. પછી એક દિવસ કુમુદચંદ્ર ચાર લોક લઈ વિક્રમરાજાની સભામાં આવ્યા, ને પ્રતિહારી દ્વારા રાજાને કહેવરાવ્યું કે “ચાર લોક લઈને એક ભિક્ષુક આવેલો છે તે તે તમારી પાસે આવે કે જાય.” પ્રતિહારે રાજાને જઈને તે જણાવ્યું.
પછી રાજાએ કહ્યું કે “દશ લાખ નૈયા આપો અને ચૌદ હાથી આપ તે છતાં તેને આવવું હોય તો ભલે આવે. પછી કુમુદચંદ્ર રાજા પાસે જઈ ચાર કલાક કહ્યા, જેથી રાજાએ ચારે દિશાનું રાજ્ય આપવા માંડયું. પણ રાજ્ય નહીં લેતાં “હું જ્યારે આવું ત્યારે તમારે ધર્મોપદેશ સાંભળ.એટલું માગી લીધું. પછી રાજા હમેશ ધર્મ શ્રવણ કરવા લાગ્યા.
એક દિવસ કુમુદચંદ્ર મહાકાલના મંદિરમાં શિવ પિંડિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org