________________
૨૧૮
શ્રીપુરિસાદાણું પાર્શ્વનાથજી અભ્યાસ કરી શકે, તે માટે તેમણે શાસ્ત્રો પ્રાકૃત (માગધી) ભાષામાં રચ્યા છે, તમે એવા મહાપુની ઉથાપના કરી જેથી મોટું પ્રાયશ્ચિત લાગ્યું. માટે આજથી તમે ગ૭ બહાર છે ” એમ કહી સૂરિજીએ તેમને ગચ્છ બહાર કર્યો. પછી સંઘે આવીને આચાર્યને વિનતિ કરી કેઃ “કુમુદચંદ્ર મહા વિદ્વાન અને પ્રભાવિક છે તેથી ગરછ બહાર કરવા ચોગ્ય નથી.”
છેવટે આચાર્યશ્રીએ જણાવ્યું કે “અઢાર રાજાઓને પ્રતિબધી જેન કરશે તો સંઘમાં લઈશું.” કુમુદચંદ્રનું બીજું નામ સિદ્ધસેન દિવાકરસૂરિ પણ છે. તે પદવી વિક્રમ રાજાએ આપેલી હોય તેમ લાગે છે.
હવે કુમુદચંદ્ર અબધુતના વેશમાં ફરતાં ફરતાં અનુક્રમે ચિત્રકુટ ગયા. ત્યાં એક સ્થંભનું દ્વાર ઉઘાડી જોયું તો મંત્રનું પુસ્તક તેમના જેવામાં આવ્યું. તેમાંથી પહેલા પાને બે મંત્ર જોવામાં આવ્યા, તે બરાબર વિધિ સહિત ધારી લીધા. પછી જેવા આગળ પાનું ફેરવવા જાય છે કે તરતજ મંત્રાધિદાયક દેવતાએ પુસ્તક ખેંચી લીધું ને કહ્યું કે
એ બે વિદ્યા તમારા ભાગ્યમાં છે વધારે મહેનત કરશે નહીં.” એમ જણાવી અદશ્ય થઈ ગયે.
અનુક્રમે કુમુદચંદ્ર ફરતા ફરતા ઉજ્જયની નગરીએ આવ્યા. ત્યાં વિક્રમ રાજા જોડે ખેલાવતા જતા હતા. રાજાએ જઈને તેમને પૂછયું કે “તમે કેણ છો?”
“સર્વસને પુત્ર છું.” કુમુદચંદ્ર જણાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org