________________
શ્રી અવંતી પાશ્વનાથજી
ર૭ ગાવા લાગ્યા. આખરે ગોવાળીયાઓ બોલ્યા કે “મહારાજ જીત્યા, સાધુ જીત્યા.”
તરત જ પંડિત મુકુંદ ઝંખવાણે પડી ગયો ને આચાચને કહેવા લાગ્યું કે મને તમારે શિષ્ય બનાવે.”
પણ આચાર્ય તેને સમજાવ્યું “સબૂર! આ તે ગોવાળીયાઓને દરબાર છે તે સાક્ષીભૂત છે તે કાંઈ પ્રમાણ કહેવાય નહીં, પણ ભરૂચ નગરમાં જઈ ત્યાં રાજાને સાક્ષીભૂત રાખી આપણે વાદ કરશું; માટે થોભી જાવ.”
ગમે તેમ છે પણ સમય જાણવાની જેની શક્તિ નથી તે પંડિત થયો તે પણ શું? અમુક અવસરે શું ઉચિત છે તે પ્રથમ સમજવું જોઈએ અને મારામાં તે ખામી છે માટે મને દીક્ષા આપે.”
પણ સૂરિજી તેમને સમજાવી પછી રાજસભામાં લાવ્યા ને વાદવિવાદ શરૂ થયે અને મુકુંદ પંડિતની હાર થઈ. પછી સર્વના દેખતાં વૃદ્ધવાદિસૂરિજીએ તેમને ચારિત્ર આપ્યું. અને કુમુદચંદ્ર નામ પાડ્યું. એક વખત તેમણે નવકારને બદલે “નમોટ્ટરિદ્વાચવાય નવ પુષ્પઃ” એવું સંસ્કૃતમાં પદ બનાવ્યું. પછી ગુરૂને કહ્યું કે આપણું સર્વ પ્રાકૃત શાસ્ત્રો હું સંસ્કૃતમાં રચી દઉં.”
તે વખતે ગુરૂ મહારાજે જણાવ્યું કે, “બાળ, સ્ત્રી, વૃદ્ધ, લાન અને મંદ બુદ્ધિવાળાને માટે તત્વોએ તેમને સુગમથી બાધ થઈ શકે અને એવા પણ ચારિત્ર લઈને સહેલાઈથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org