________________
શ૧૪
શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી રહેલા છે તે અવસરે કમઠ જોગી બાલ તપસ્યા કરીને મરી ભૂવનપતિ દેવલોકની અસુર કુમારનિકામાં (અસુર લેકમાં) મેઘમાળી નામે દેવ થયે છે, તે પૂર્વના વેરને યાદ કરતો ત્યાંથી અસુર લેકના દિવ્ય ભાગ છોડી ભગવાનને ઉપદ્રવ કરવાને મનુષ્ય લેકમાં આવ્યો. તેણે ભગવત ઉપર પ્રથમ ધૂળની વૃષ્ટિ કરી, છેવટે થાક એટલે તેણે હાથી, વ્યાઘ, સિંહ, સર્પ વગેરે વિવી પ્રભુને દુઃખ દેવા તત્પર થયે ને તેમની ઉપર તે ક્ષુદ્ર જીવોને છેડી મૂકયા પણ ભગવાન તો ધ્યાનથી લેશ પણ ચલાયમાન થયા નહીં. પછી ભયંકર પ્રેત અને વૈતાળ પિતાની શક્તિથી તેણે (મેઘમાલીએ) ઉત્પન્ન કર્યા. તે પણ ભગવાન તેનાથી
ભાયમાન થયા નહીં. છેવટે તેણે જળ વરસાવવાનો સંકલ્પ કર્યો કે જળથી તેમને ડુબાવી દેવા. એમ વિચારી આકાશમાં વાદળાં વિકુવી મુશળધાર જળ વરસાવા માંડ્યું. એવી રીતે દેવતાએ જળ અગાધ વરસાવ્યું. પૃથ્વી જળથી આર્દમય થઈ ગઈ, જ્યાં ત્યાં જળ જળ થઈ રહ્યું. જંતુઓ, વૃક્ષાદિકે વગેરે જળમાં તણાવા લાગ્યા. અને જળ વધતાં વધતાં ભગવંતની નાશીકા પર્યત આવ્યું તે વખતે સકળ પૃથ્વી જળ જળ મય થઈ ગઈ તેવા અવસરે નાગલોકના સ્વામી નાગરાજ (ના ) નું આસન સમુદ્રમાં વહાણની માફક કંપાયમાન થયું.
તે પછી ત્યાં આગળ અહિ છત્રા નગર વસાવ્યું. અને શ્રી સંઘે પાનાથનું દેરાસર કરાવ્યું, દેરાસરની પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org