________________
૨૧૨
શ્રીપુરિસાદાણું પાશ્વનાથજી અજારા ગામમાં અજાહરા પાર્શ્વનાથનું દેરાસર તીર્થ સ્થળ છે.
અજય રાજાએ પોતાના નામથી “અજયપુર” એવું નગર વસાવી પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય બંધાવ્યું હતું.
ઉના રેલ્વે સ્ટેશનથી દેઢ માઈલ દુર અજારા આવેલું છે. અહીં ધર્મશાળા વગેરે સગવડ સારી છે. અજયપાલના ચારા પાસે પ્રતિમાઓ છે. આ બાબતનું સ્વપ્ન મને પણ આવેલ હતું.
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
(૮૧) અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા રૂપાલ ગામમાં નીકળી હતી. ત્યાં આગળ ખબર પડવાથી ચાર પાંચ ગામના લેકે તેને લેવાને આવ્યા હતા. તેમનામાં ચીઠીઓ નંખાણી તે ખેડાના શ્રાવકે લઈ જાય તેવી ચીઠી નીકળો, જેથી ખેડામાં લાવી દેરાસર નવું તૈયાર કરાવેલું તેમાં પ્રતિષ્ઠા કરાવી. ખેડાના સંઘ તરફથી શિખરબંધી દેરાસર જે ભીડભંજનના દેરાસરની જોડે છે, એ દેરાસરજીમાં પધરાવવાને પ્રતિમાજીની શેષમાં જ હતા ત્યાં રૂપાલના ખેતરમાં ખોદકામ કરતાં પ્રતિમાજી નીકળ્યાં. તેની ખબર તેઓનાં જાણવામાં આવવાથી અત્રેથી શ્રાવકે રૂપાલ ગયા, તે ત્યાંથી લાવીને આ તૈયાર દેરાસરજીમાં પધરાવવામાં આવ્યાં. તે વખતે તે પ્રતિમાને અમી ઝરતી હતી, જેથી અમીઝરા પાર્શ્વનાથ કહેવાયા.
સંવત ૧૮૭૧ ના શ્રાવણ સુદી ૬ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી. અને તે પ્રતિષ્ઠા પુન્યરત્નસૂરિએ કરી છે.” એ પ્રમાણે દેરાસરજીમાં લેખ છે. આ પ્રતિમાજી પ્રાચીન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org