________________
શ્રી અજાહરા પાર્શ્વનાથજી
૨૧૧ રાજા પણું જેન ધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયે. તેમના મોટા પુત્ર અનંતરશે વ્રત ગ્રહણ કર્યું. જેથી તેમને બીજો પુત્ર દશરથ રાજ્યને અધિપતિ થયા. તે દશરથને જગત વિખ્યાત એવા આઠમા વાસુદેવ શ્રી લક્ષ્મણ (નારાયણ) તથા (બળદેવ) રામચંદ્ર ત્રણ ખંડના અધિપતિ આદિ ચાર પુત્ર થયા તેમજ લક્ષ્મણ (નારાયણ) ના હાથથી રાવણ (દશાનન)નો નાશ થયો હતે, તે માટે જુઓ જૈન રામાયણમાં અથવા ત્રેસઠ શલાકા પુરૂષ ચરિત્રમાં.
ઉના અને દેલવાડા વચ્ચે અજારા ગામમાં આ તીર્થ હમણાં થોડાંક વર્ષ પહેલાં પ્રગટ થયું છે એમ તેના સ્તવનમાં લખ્યું છે. આ બિંબને શાસન દેવતાએ સાગર નામે શેઠને આપ્યું હતું. જેથી તેમના સકળ મનોરથ પૂરા થયા હતા. જગત ગુરૂ હિરવિજયસૂરિએ છેલ્લું ચોમાસું ઉનામાં જ કર્યું હતું. તેમને અગ્નિ સંસ્કાર પણ અહીં જ કરવામાં આવ્યો હતે. પ્રતિમા ચમત્કારીક છે, લેપ કરવો પડે છે. લેપ લાલ રંગને છે એક ચેતરે પણ ત્યાં છે થોડા વખત પહેલાં એ કાઉસગ્ગીયા એક માણસ જેટલા ઉંચા છે તે નીકળ્યા છે. બીજી પ્રતિમાઓ નીકળે તેવો સંભવ છે, ચાતરા પાસેથી પ્રતિમાજી પ્રગટ થઈ હતી. તે જગાએ છ દેરાસરનું એક દેરાસર છે. તે ઉપર એક ઘંટ છે. તેના ઉપર “સંવત ૧૧૪ માં અમરચંદ જેચંદ” એ લેખ છે.
જે સ્થળે હીરવિજયસૂરિને અગ્નિ સંસ્કાર કર્યો તે જગ્યાએ આંબા સારા ફળે છે. ભાદરવા સુદી ૧૧ ના દિવસ પર્યત ત્યાં કેરી આવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org