________________
૨૧૦
શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી પાનાથના પ્રભાવથી, સ્મરણચી, પૂજનથકો, ધ્યાનથી, શાકિની ડાકીની, ભૂત, પ્રેત, વૈતાળ, યક્ષ, રાક્ષસ વગેરે ઉપસર્ગો નાશ પામી જાય છે. અને મનુષ્યોનાં દુ:ખે પણ દુર થાય છે. આ પ્રતિમાની જે કોઈ સેવા પૂજા ભક્તિ કરશે તેનાં સર્વ પાપ લય પામી લક્ષ્મી સ્ત્રી પુત્ર સુખ આદિ સકલ મને રથો સિદ્ધ થશે. જે જિનબિંબ સે વર્ષનું હોય તે તીર્થ ગણાય છે તે આ ભગવાનનું બિંબ તો લાખ વર્ષ દેવતાએ સ્વર્ગમાં અને સમુદ્રમાં પૂજેલું છે. જેથી આ તીર્થ કહેવાય તેમાં શું નવાઈ છે! આ પ્રતિમાથી પ્રથમ તે તમારી એકસેને સાત વ્યાધિઓ નાશ પામો અને સુવર્ણમય કાયા થઈ વળી અહીં આપેલું દાન પણ અધિક ફળને દેનારૂં થશે. આ પ્રમાણે રાજાને કહી કોઈ ચારણ મુનિ આકાશ માર્ગે પ્રતિમાનાં દર્શન કરી ચાલ્યા ગયા.
રાજાના રેગો પણ તે દિવસે નાશ પામ્યા. જેથી સર્વ રેગે સ્વપ્નામાં આવી કહેવા લાગ્યા કે “હે રાજન ! પાર્શ્વનાથના દર્શનથી હવે અમે તમારી પાસે રહી શકશું નહી. પણ હજી થોડા વખત (છ માસ) અમારે તમારી પાસે રહેવાનું છે, તો તમે એક કામ કરશે. આ શહેરના પરામાં શૂર નામે પશુ પાલ રહે છે તેને ઘેર વેત વર્ણવાલી બકરી છે તેના શરીરમાં અમે તેટલે કાળ રહીશું, માટે તે બકરીને તમે પાળજે, અમે તેટલા દિવસ તેના શરીરમાં રહીશું, તમે બકરીનું ઘાસ પાણીથી બરાબર પાલણ કરજે.” એમ કહી રિગે અદશ્ય થઈ ગયા. વિશેષ હકીક્ત માટે જુઓ શત્રુંજય માહાસ્ય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org