________________
શ્રી અજાહરા પાર્શ્વનાથજી
૨૦૯ વ્યાધિઓ દુષ્ટ કર્મ સહિત તરતજ નાશ પામી જશે, અને બીજાઓને પણ તેવી જ રીતે ફળ મળશે આ પ્રતિમાની પાસે રહેનારી હું પદ્માવતી નામે દેવી છું. આ બધો દેખાવ મેં જ કરેલ છે. ”
આ પ્રમાણે આકાશ વાણી સાંભળી ચતુર એવા રત્નસાર વ્યવહારીએ નાવિકેને બેલાવી બરાબર સમજાવી દરીયામાં ઉતાર્યો, તેઓ પ્રતિમાને લઈને તરતજ ઉપર આવ્યા. એટલે તેમણે પ્રતિમાને નાવમાં લઈ લીધી, પછી તત્કાલ દુર્જનની મૈત્રીની જેમ મેઘ વાદળ નષ્ટ થયું. સમુદ્રનું તોફાન શાંત થયું વટેળીયે વિખરાઈ ગયા. સમુદ્ર પણ અનુકુળ થયે અને વહાણે ચાલવા માંડયાં, થોડા જ સમયમાં તે દીવ બંદરના કિનારે આવ્યાં. વ્યવહારીએ એક પુરૂષને આગળથી રાજા પાસે વધામણ મોકલાવી.
રાજા અજયપાલ પણ રેગવાળે છતાં ભગવંતનાં દર્શન કરવાને ભક્તિથી રોમાંચિતવાળે થયે છતે એક ઘેડા ઉપર સ્વાર થઈ ત્યાં આવ્યા. નગરમાંથી પણ ખબર પડતાં અનેક વ્યવહારીયા વગેરે ત્યાં આવ્યા. લોકોએ પણ વહાણમાંથી રાજાના નયનકમલ વિકસ્વરીત કરવાને સૂર્ય સમાન એવો પ્રતિમાને સંપુટ કિનારે ઉતાર્યો. તે વખતે અનેક પ્રકારે રાજાએ દાન દેવા માંડયું. રૂડા પ્રકારે મંગલમય ત્યાં આગળ વાદિ વાગવા લાગ્યાં, આખું શહેર શણગારવામાં આવ્યું. મેટા આડંબર મહોત્સવપૂર્વક પ્રતિમાના સંપુટને રાજા નગરમાં પ્રવેશ કરાવતા હવા. પછી રમણીય સિંહાસન ઉપર તે પ્રતિમાના સંપુટને મૂકીને રાજાએ ભક્તિથી પૂજા કરીને તે ઉવાડ, અને શ્રી પાર્શ્વનાથની પ્રતિમા જોવામાં આવી. તે ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org