________________
૧૦૮
પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી સર્વ દિશાએ વ્યાકુળ થઈ ગઈ ને આકાશને ઢાંકી દીધું. સમુદ્ર પણ અત્યંત ખળભળવા–ઉછળવા લાગ્યા. તે વખતે નાવિકો વિચારવા લાગ્યા કે “ આ જીવન હારક વંટોળીયા છે અને વહાણમાં ઘણું માણસો છે, હવે શું થશે.”
રત્નસાર વ્યવહારીઓ પણ ફિકરમાં પડે. “અરે! કિનારે આવીને બાજી બગડે છે મેં દ્રવ્યના લોભથી ઘણા માણસોને વહાણમાં બેસાડયા છે તે ઠીક કર્યું નહીં. વહાણ હવે જરૂર ડુબી જશે માટે જ્યાં સુધી વહાણ ડૂબે નહીં અને લોકેને નાશ ન થાય તે પહેલાં હું જ દરીયામાં ઝંપાપાત કરું.” એમ સંકલ્પ કરી દરીયામાં પડવાને શેઠ વહાણના અગ્ર ભાગ ઉપર આવ્યા. ત્યાં આકાશવાણી થઈ: “હે ભદ્ર! સમુદ્રમાં પડવાનું સાહસ કરીશ નહીં. તારી આવી દશા મેં કરેલી છે. આ સમુદ્રની અંદર કલ્પવૃક્ષના પાટીયાના સંપુટમાં રહેલી ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા છે, એ પ્રભાવિક પ્રતિમાને પ્રથમ લાખ વર્ષ ધરણે દ્ર પૂજી હતી. પછી છ વર્ષ કુબેરે પૂજી હતી. ભક્તિવંત એવા વરૂણદેવે તેમની પાસેથી પ્રાર્થના કરીને મેળવી પિતાના ભુવનમાં લઈ જઈ સાત લાખ વર્ષ પયંત પિતે તે અભૂત પ્રતિમાજી પૂજી હતી. હમણું અજય રાજાના ભાગ્ય થકી તે પ્રતિમા અહીં આવેલી છે. માટે તેને બહાર કાઢો તું તે ઈવાકુ રાજાને આપ. તે રાજા હાલ સર્વ દિશાઓને જીતી ( દ્વીપ પત્તન) દીવ નગરમાં રહેલો છે, માટે ત્યાં જઈ તારે તે પ્રતિમા અજય રાજાને આપવી. જે વખતે રાજા આ પ્રતિમાનું દર્શન કરશે તે વખતે તેના હુવણથી તેના એકસેને સાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org