________________
શ્રી અજાહરા પાર્શ્વનાથજી
૨૭ શ્રી અજાહરા પાર્શ્વનાથજી.
(૮૦). અયોધ્યાની ગાદી ઉપર ઈવાકુ વંશના સૂર્ય વંશમાં અસંખ્ય રાજાઓ થઈ ગયા. તેમના વંશમાં અનુક્રમે કેટલાક મોક્ષે ગયા, કેટલાક સર્વાર્થસિદ્ધ વિમાને તેમજ કેટલાક દેવલેકે ગયા. કાળાંતરે તેમના વંશમા મુનિસુવ્રતસ્વામીના શાસનમાં રઘુરાજા થયા, તેમની પછી તેમના પુત્ર અજયપાલ (અનરણ્ય) રાજા થયા. તેમણે પિતાના પ્રભાવથી સમસ્ત શત્રુઓને જીતી લીધા અને વીર તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા. હવે એક દિવસે પૂર્વ કર્મના ઉદયથી તેમના શરીરમાં એકને સાત રે ઉત્પન્ન થયા. સમકાલે તેઓ રાજાને પીડા દેવા લાગ્યા રેગથી પીડા પામેલા છતાં બાહુબલી એવા મહાભૂજ અજય રાજાએ કંઈક ઉદ્ધત રાજાઓને જીતી લીધા, એમ અખંડ આજ્ઞા પ્રવર્તાવતો અને અનેક રાજાઓના મુકુટ રૂપ એ અજય રાજા સૌરાષ્ટ્ર દેશમાં આવ્યું. ત્યાં શત્રુંજય તીર્થમાં જઈ જાત્રા કરીને (દીપપત્તન) દીવ નગરમાં રહેવા લાગે.
એ અરસામાં રત્નસાર નામે વ્યવહારીઓ મનુષ્ય અને વરતુઓથી વહાણે ભરીને સમુદ્રમાં ચાલતાં અનુક્રમે કેટલોક માગે ઉલ્લંઘન કરીને દીવ બંદરના કિનારા નજીક આવ્યો, દૂરથી પર્વતો જોવામાં આવ્યાં, અને લોકે ખુશી થયા. એવામાં અગ્નિ દિશા તરફથી પ્રતિકુલ એ પવન વાવા લાગ્યો અને તત્કાળ યેગીની કંથાની જેમ મેઘથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org