________________
૨૦૬
પુરિસાદાણ શ્રીપાનાથજી છે કે “ સંવત ૧૬૭૮ ના વૈશાખ સુદી ૧૫ ને સોમવારે સ્વાતી નક્ષત્રે મહારાજાધિરાજ મહારાજશ્રી ગજસિંહ વિજય રાજ્ય ઉકેશ વશે રાય લાબ્રણ સંતાનો ભંડાર ગેત્રે ભાનાકેન ભા ભકતા. પુત્રરત્ન નારાયણ નરસિંહ સેઢા પોત્ર તારાચંદ ખેંગાર નેમિદાસાદિ પરિવાર સહિતેન શ્રીપેટહેટકે સ્વયંભૂ પાર્શ્વનાથ ચેત્યે શ્રી પાર્શ્વનાથ..ઈત્યાદિ.
બીજે લેખ–“ સંવત ૧૬૮૮ મેં વરસે શ્રી કાપરડામાં સ્વયંભુ પાર્શ્વનાથસ્ય પરિકરસ્ય કારિતા: પ્રતિષ્ઠિતઃ શ્રી જિનચન્દ્રસૂરિભિઃ”
ઉપરના બનને લેખો ઉપરથી માલૂમ પડે છે કે દેરાસરજીનું કામ કંઈ વર્ષો સુધી ચાલુ રહ્યું હતું. યતિજીએ જણાવ્યું હતું કે “રૂપીઆ લગાયે જાવ પણ ગણતા નહીં.”
દેવવશાત રૂપીઆ કેટલા લગાયા એને હીસાબ મેળવવા ભાજનમાંથી રૂપીઆ કાઢી ગણું જોયા તો પાંચસો જ નીકળ્યા. તે કયાં સુધી ચાલે તરતજ ખલાસ થઈ ગયા. ભંડારીજી પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પણ હવે શું થાય બtડેલી બાજી સુધરી શકે તેમ નહોતું. મંદિરનાં ભોંયરા સહિત પાંચ ખંડ ચાર મંડપ ૧૦૮ સ્થંભ તૈયાર થઈ ગયા હતા, બાકીનું કામ અધુરૂ રહ્યું. કેમકે હાથીને ભાર હાથી વગર કોણ ઉપાડી શકે. ત્યાર પછી આ તીર્થને કઈ વખતે કોણે ઉદ્ધાર કર્યો તેને માલુમ પડતી નથી.
કાપરડા પાર્શ્વનાથ તેજ સ્વયંભુ પાર્શ્વનાથ છે. તત્સબંધી કેટલીક હકીકત કાપરડા પાર્શ્વનાથમાં લખી છે તે સાંભળેલી દંતકથા ઉપરથી લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org