________________
શ્રીસ્વયંભુ પાર્શ્વનાથજી
૨૦૫ મસ્તકે ચડાવીને ભંડારીજી જોધપુર ગયા. ત્યાં રાજાની સામે તેમને ઊભા કરવામાં આવ્યા. રાજા એમની ધર્મ પ્રિયતાની વાત અધિકારીઓ પાસેથી સાંભળી મનમાં ઘણા ખુશી થયા, અને અધિક માન સન્માનથી રાજાએ તેમને વિદાય કર્યા. પછી ભંડારીજી જેવારણ જતાં રસ્તામાં કાપરડા ગામે ભગવાનનાં દર્શન અને ગુરૂ વંદન કરવાને આવ્યા. ભગવાનનાં દર્શન કરીને યતિજીને વંદન કરી સર્વ હકીકત કહી સંભળાવી અને વધારામાં કહ્યું કે “મહારાજ ! કાંઈ મારા લાયક કામ ફરમાવો !”
યતિજીએ જણાવ્યું કે “તમે શ્રદ્ધાલુ છે, અહીંયાં એક જૈન મંદિરની જરૂર છે.”
આપનું વચન સત્ય થાઓ ! અને આપના વચન પ્રમાણે મંદિર બનાવવાને હું ઝટ લાયક થાઉં એવો સમય જલદી આવે. હાલ તો હું પાંચસે રૂપીઆ ખર્ચ કરી શકું તેમ છું.”
તે વખતે યતિજીએ કહ્યું: “તમે મંદિરનું કામ શરૂ કરે ને તમારા પાંચ રૂપીઆ એક વાસણમાં રાખે અને મરજી મુજબ તેમાંથી કાઢી કાઢીને ખુલ્લે હાથે ખર્ચ કરે; કારીગરે મજુર વગેરેને વગર ગયે દામ આપે! દેતી વખતે લેવા વાળાના હાથમાં એટલા જ પૈસા જશે કે જેટલો તેને હક્ક હશે ! - પછી સંવત ૧૬૭૪ માં દેરાસર બંધાવાનું કામકાજ શરૂ થયું. અને સંવત ૧૬૭૮ માં સ્વયંભુ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ પાનાથજીની પ્રતિમાની પલાંઠી ઉપર લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org