________________
૨૦૪
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી કર્મચારીએ પૂછ્યું “આપ શા માટે ભોજન કરવાની ના પાડે છે!”
ભંડારીએ જવાબમાં જણાવ્યું કે, “હું જૈન છું જેથી ભગવંતનાં દર્શન કર્યા વગર હું જમીશ નહીં, એ મારે નિયમ છે.”
સાથીઓએ તેમને જોજન કરવા માટે ઘણો જ આગ્રહ કર્યો પણ ભંડારીજી પિતાના નિયમથી ચલાયમાન થયા નહીં. તેમની એવી શ્રદ્ધા જાણુને સેવકોએ ગામમાં તપાસ કરી તે એક ઉપાશ્રયમાં યતિજીની પાસે જિન પ્રતિમા છે તેવી ખબર મળી. જગતમાં એવો નિયમ છે કે વૈર્યની અંતમાં ઈષ્ટ ફલની સિદ્ધિ થયા જ કરે છે.” સેવકોએ ભંડારીને ખબર આપવાથી ભંડારીજી પ્રસન્ન વદને ઉપાશ્રયમાં ગયા. ત્યાં ભગવાનના દર્શન કરી કૃત્ય કૃત્ય થઈને પછી તિજીને પણ વંદના કરી
યતિજીએ પૂછયું, “આપ કહાં જા રહે હે ! ઓર આપ ઉદાસ કયું હય? આપકે ચહેરે પર નિરાશા કે ચિન્હ કર્યો દિખતે હય?”
ભંડારીએ તેના જુવાબમાં પોતાની હકિકત યતિજીને સંભળાવી દીધી. અને આવા કદમાંથી મુક્તિ કેવી રીતે થાય તે માટે પણ પૂછ્યું,
યતિએ જણાવ્યું કે “તુમ સત્યનિષ્ટ નિર્દોષ હો, ખુશીસે રાજાકી સામને જાઓ. ધર્મક પ્રભાવશે તમારા વિજય હોગા! તમારા બાલ બાંકા ન હોગા!” ગુરૂનું વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org