________________
શ્રીસ્થભન પાર્શ્વનાથજી
૨૦૧
પણ નદીને કાંઠે ખાખરા અને પલાસની ઝાડીમાં જુએ, એટલે તમને દર્શન થશે.” પછી આચાર્યના કહેવા પ્રમાણે તેમણે તપાસ તા કરવા માંડી, પણ પાર્શ્વનાથની પ્રતિમા જણાઇ નહિ. કિંતુ દરરોજ એક ગાય આવીને જ્યાં પ્રતિમાજી જમીનમાં હતાં ત્યાં દુધ ખેરવતી જોઇ જેથી સહુ તિ થયા અને આચાર્ય મહારાજને તે જણાવ્યું.
પછી અભયદેવસૂરિએ ત્યાં આગળ આવી ‘ જયતિહુઅણુ સ્તોત્રવડે ભગવાનની સ્તુતિ કરવા માંડી. સ્તંત્રના પ્રભાવે અકસ્માત્ દેદીપ્યમાન એવી ભગવાનની પ્રતિમા જમીનમાંથી પ્રગટ થઈ, ત્યાં આગળ આચાર્ય શ્રીએ સંધ સાથે કિત સહિત ચ ંદન કર્યું. પછી શ્રાવકાએ ત્યાં સુંદર મંદિર અધાવ્યું ને ત્યાં પ્રભુની પ્રતિષ્ઠા કરી. તરતજ સ્થંભન પાર્શ્વ - નાથના દનના પ્રભાવથી સૂરિશ્વરનું શરીર રોગ રહિત થયું. અને પછી તેમણે આ શહેરમાં રહીને અત્યંત કઠીણુ એવી નવોંગની વૃત્તિઓ રચી. પેાતાનું તથા આ શહેરનું નામ સમસ્ત જૈન કામના હૃદયમાં કાતરાઈ રહે તેવું મહા સમર્થ કામ કર્યું. સ્થંભનક શહેર હાલના ખંભાત શહેરથી પાંચ માઈલ દુર આવેલું હતું.
અભયદેવસૂરિએ થંભન પાર્શ્વનાથને પ્રગટ કરવાને જયતિ ુઅણુ સ્તંત્ર રચ્યું હતું, તેની ખત્રીસ ગાથાએ હતી. પણ એક વખતે પદ્માવતીએ ગુરૂ આગળ પ્રગટ થઈને કહ્યું કે “છેલ્લી એ ગાથા આપ ભંડારી રાખા તે અતિ કષ્ટ વગર ગણવી નહીં, કારણ કે એ ગણવાથી વારંવાર ઈંદ્રને આવવું પડે છે, માટે અતિ દુષ્કર પ્રયેાજન સિવાય ગણવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org