________________
ર૦૦
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી વશે. નવ અંગની વૃત્તિ કરીને જગતમાં તમે જેનધર્મ (શાસન) ને દીપાવશે! મારા નવ કેકડા ઉકેલવાથી તમે નવ અંગની વૃત્તિ કરવાવાળા થશે.” શાસન દેવોએ જણાવ્યું.
તમારી સર્વ હકીકત ખરી છે પણ હું તે હવે અનશનની ઇરછાવાળો છું. શાસનનું કાર્ય મારાથી કેવી રીતે બની શકશે.” અભયદેવસૂરિએ જણાવ્યું.
ભગવંત! નિરાશ થશે નહિ! સેઢી નદીને કિનારે હાલમાં જ્યાં થંભનપુર નગર છે ત્યાં ખાખરાના ઝાડ નીચે જમીનમાં થંભન પાર્શ્વનાથની પ્રતિમા છે તે તમારા પ્રભાવ થકી પ્રગટ થશે અને તેનાં દર્શન માત્રથી તમારે કેડ રેગ (કુષ્ટિ રોગ) નાશ પામી જશે.” એમ જણાવી દેવી અદશ્ય થઈ ગઈ
- પ્રભાતના નજીકને સંઘ તેમને વાંદવા આવ્યા. ત્યારે સર્વ સંઘને પોતે થંભનપુર જવાને જણાવ્યું. શ્રાવકે વિચારમાં પડ્યા કે આચાર્યશ્રીનું શરીર અશક્ત છે અને થંભનકપુર અહીંયાંથી ઘણું દુર છે તો કેવી રીતે લઈ જવાશે.” છેવટે જવાનું નક્કી કરી શ્રાવકે સાથે આચાર્ય થંભનપુર જવાને રવાને થયા. મહારાજજીનું શરીર અશક્ત હોવાથી પ્રથમ તો વાહનમાં બેસાડવામાં આવ્યા. પણ આશ્ચર્ય ! તેમને શરીરે આરામ થતું હોય તેમ તેમને માલુમ પડયું. એટલે ધૂળકેથી તેમણે પગે વિહાર કર્યો અનુક્રમે થંભનપુર આવ્યા. દર્શનાતુર શ્રાવકે સેઢી નદીને કાંઠે જ્યાં ત્યાં ભગ વાનને જોવા લાગ્યા પણ કાંઈ ભાળ મળી નહીં. ત્યારે આચાર્યે તેમને જણાવ્યું કે “તમે નિરાશ થશે નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org