________________
શ્રીસેરીસરા પાર્શ્વનાથજી
૧૮૯ કેમ કર્યું?” તો મારા ક્રોધથી તમે કેમ છુટશે, જે ઉપરથી અને ગુરૂને ખમાવા લાગ્યા, જેમાં એક આરાધક હતો. પછી ગુરૂને દયા આવવાથી ચકેશ્વરીને કહીને તેમને બંધન મુકત કરાવ્યા.
પ્રભાતમાં શ્રાવકે દેરાસર જોઈ વિચારવા લાગ્યા કે આ દેરાસરજીમાં મૂળનાયકજી નથી. માટે શું કરવું ? તે પછી કેટલેક કાલે દેવચંદ્ર આચાર્ય ત્યાં આગળ પધાર્યા તેમને સંઘે વિનંતિ કરી તે વારે દેવચંદ્ર આચાર્ય મંત્રના બલથી ધરણેને બોલાવીને મૂળનાયકજી તથા બીજી પ્રતિમાજી લાવવાની આજ્ઞા કરી, જેથી ધરણે પાર્શ્વનાથજી તેમજ બીજી પ્રતિમાઓ લાવ્યા, વલી કેઈ ઠેકાણે ચકેશ્વરી દેવી લાવ્યાં એમ પણ કહ્યું છે. તે પ્રતિમાજીની નાગદેવે પૂજા કરીને તેમનું લેઢણ પાર્શ્વનાથ નામ પાડ્યું હતું. ચાર મોટી પ્રતિમાઓ પણ લાવ્યા હતા. ચોવીસ તીર્થંકરની ધ્યાનવાલી પ્રતિમાઓ પણ કાઉસગ્ગ ધ્યાને રહેલી તે લાવ્યા હતા. દેરાસર ત્રણ માળનું એકજ રાતમાં ઉત્પન્ન થએલું હતું. તે પછી ઘણા કાળે પાટણના રહેનારા પોરવાડ ચંદ્રપ્રસાદના વંશ જ વસ્તુપાલ, તેજપાલે ત્યાં નેમનાથનું બિંબ કરાવ્યું. ને ના ગચછના વિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી એ પ્રમાણે ત્યાં લેખ છે.
બીજા લેખમાં તે પ્રતિમાની સ્થાપના કરતી વખતે માલદેવને અમરસિંહના રાજ્યમાં ફાગણ વદી ૩ ના વૃશ્ચિક રાશિમાં ધનપાલ નામના શેઠના હાથે પ્રતિષ્ઠા સ્થાપન કરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org