________________
- ૧૮૮
પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથ પુસ્તક હતું તેમ પાછું બરાબર મૂકી દીધું. રાતે ગુરૂ સાથે પ્રતિક્રમણ કરી રહ્યા પછી રાત પહેાર ગઈ એટલે સંથારા પારસી ભણાવી સર્વ સાધુ સૂઈ ગયા, ગુરૂ પણ સૂઈ ગયા, એટલે તે અને ચેલા બાવન વીરને મંત્ર સાધવા એકાંતમાં બેઠા, તેમના મંત્ર બળથી બાવન વીર આવીને હાજર થયા અને વિનંતિ કરવા લાગ્યા કે “શું હુકમ છે.”
પછી બને ચેલાઓએ જણાવ્યું કે “આ શહેર ઘણું મેટું અને સુંદર છે, પણ જૈન દેરાસર એક પણ નથી માટે તમે એક સુંદર દેરાસર ઝટ અહીંયાં લાવે.” *
તે પછી બાવન વીરે રંગમંડપ ભેંયરા ગભારા સહિત સુંદર મેટું દેરાસર પ્રતિમાઓ યુક્ત લઈ આવ્યા. તે દેરાસરની બાંધણી એટલી મોટી હતી કે જેનારને આશ્ચર્ય જેવું થતું. પછી સર્વ વીર બહાર વડ આગળ બેઠા
બીજે પહેરે ગુરૂ મહારાજ જાગૃત થયા છે તેમણે ત્યાં મોટી પ્રતિમાઓવાલું વિશાલ દેરાસર જોયું. ને આશ્ચર્ય પામ્યા. પછી ખબર પડવાથી તે ચકેશ્વરીને સ્મરણ કરીને તેને બોલાવીને કહેવા લાગ્યા કે, “આ ચેલા તો મૂર્ખ છે તેમણે આ કામ કરાવેલ છે. પણ તેમને ખબર નથી કે આગળ વખત ખરાબ આવશે ને શ્લેષ્ઠ લોકે દેરાસર ખંડીત કરશે.” પછી ચકેશ્વરીએ બાવન વીરને કંઈક કહ્યું અને દેરાસરનાં મૂળ બિંબે સ્થીર અદશ્ય કરી દીધાં. પછી ચકેશ્વરીએ બને ચેલાઓને ઝાડે ઉંચા બાંધ્યા ને કહ્યું કે: “તમે ગુરૂની આજ્ઞા વગર ગુપ્તપણે આવું અધિકવંત કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org