________________
૧૮૨
પુરિસાદણ શ્રીપાજી ચારૂપ મંડન પાર્શ્વનાથનું બીજું નામ પણ શામલા પાર્શ્વનાથ છે.
અમદાવાદમાં સામલાની પોળમાં પણ શામલા પાર્શ્વ નાથજીનું દેરાસર છે. પિળનું નામ પણ ભગવાનના નામ ઉપરથીજ શામળાની પળ પડેલું છે. અહીં લાકડાનું કેતરકામ સારું છે.
બનારસ કુસલાજીના મંદિરમાં પણ શામલીયા પાર્શ્વનાથજી મૂલનાયક છે.
મુર્શિદાબાદમાં પણ શામલા પાર્શ્વનાથજીનું દેરાસર છે, કીરતી બાગમાંના દેરાસરમાં જગતશેઠની બહેનની ભરાવેલી શામલીયા પાર્શ્વનાથજીની પ્રતિમા કટીના પત્થરની છે.
આબુ પાસે દાંતરાઈમાં સંવત ૧૭૦૨માં બંધાવેલું શામલીયા પાર્શ્વનાથનું દેરાસર છે.
શામળીયાજીનું તીર્થ કેશરીયાજથી પાંચ ગાઉ ઉપર છે.
પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનું ડભોઈ વસાવેલું છે એવી દંતકથા છે. તે ડઈ પીલાજીરાવ ગાયકવાડે ગુજરાત લેતા પહેલાં લીધું હતું. ત્યાં શામલા પાર્શ્વનાથનું જૂનામાં જુનું દેરાસર છે. લોઢણ પાર્શ્વનાથ તેમજ પ્રગટ પાર્શ્વનાથની પ્રતિમા પણ ડભેઈમાં છે. પ્રગટ પાશ્વનાથની સફેદ પ્રતિમા આશરે રપ ફુટ ઉંચી ભેંયરામાં ઘણું જીર્ણ હોવાથી ભંડારેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org