________________
પુરિસાદાણુ શ્રીપાશ્વનાથ દેરાસરે જગતશેઠનાં, રાય ધનપતસિંગજીનાં, રાય લક્ષમીપતસિંગજી બહાદુરનાં તથા બીજાઓનાં ભવ્ય અને રમણીક છે. ધર્મશાળાના પાછલા બારણું પાસે વડના ઝાડ નીચે સમેતશિખરજી તીર્થના અધિષ્ઠાયક ભેમીયાજીની સ્થાપના કરેલી છે. ત્યાંથી તીર્થની શરૂઆત થાય છે. ત્યાં મેતી અક્ષત વગેરે વધાવીને ડુંગર ઉપર ચડવું, ઘણું ભાગમાં સડક બાંધેલી છે. ઉપર ચડાવ ઘણે ભાગે કઠણ છે. મધુવનમાં વિશપંથી અને તેરાપંથીની પણ ધર્મશાળા છે. પહાડ ઉપરની સર્વ સંભાળ
વેતાંબરી જેનેની છે. ત્યાંથી ઉપર ચડતાં બે માઈલ પર ગાન્ધર્વ નાહુ આવે છે. ત્યાં ધર્મશાલા છે અને ત્યાં સંઘ તરફથી જાત્રાળુઓને ભાતું અપાય છે, ત્યાંથી બે રસ્તા આવે છે, જેવા શત્રુંજય પર વિસામા છે, તેવા અહીંયાં પણ બંધાવા જોઈએ, બીજા તીર્થોમાં ચોમાસામાં વરસાદ આવે છે. પણ અહીંયાં તે શિયાળામાં પણ ઘણી વખત માવઠાં થયા. કરે છે, તેથી યાત્રાળુઓને હરકત પડે છે. જેમ ગુજરાતના તીર્થોમાં પૂજાને માટે ન્હાવાના કપડાં વગેરેની અલગ રાખવાની વ્યવસ્થા છે. તેવો અહીંયાં હોય તે સારૂ. - મધુવનની ધર્મશાળામાં પાછલી રાતે નાહીને પૂજાનાં કપડાં પહેરી ત્યાંથી ઉપર ચડે છે, ચાલવાની શક્તિ ન હોય તે પૂજાનાં કપડાંએ ડાળીમા બેસી જવાય છે. ને પગલાંની તથા દેરાસરજીમાં પૂજા કરે છે. આ પહાડની પ્રદક્ષિણા ૧૮ થી ૨૦ માઈલ થાય છે, પહાડ ઉપર રાતના રહેવાતું નથી. જેથી ઉપર જઈ દરેક ટુંકનાં દર્શન કરી આવતાં ૧૮ માઈલ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org