________________
શ્રીલોઢવા પાર્શ્વનાથજી
૧૭૭ દરીએ વેલની મૂર્તિ નિપજાવીને તેની રાવણ તથા મંદદરીએ પૂજા કરી, તે પ્રતિમાજી અલવરમાં છે. અધિષ્ઠાયકના તેમજ મંદોદરીના શીયલને પ્રભાવે તે પ્રતિમા વ્રજમય થઈ ગઈ. તે આજે રાવણ પાર્શ્વનાથ કહેવાય છે.
શ્રી લેવા પાર્શ્વનાથજી.
(૬૧) જેસલમેરથી બે ગાઉ ચાર માઈલ દૂર અમરસાગર નામે ગામ છે. ત્યાં શેઠ ગણેશમલ સૌભાગ્યમલ મુંબઈવાલા તથા રતલામવાલા કેશરી મલજી વગેરેનું બંધાવેલું દેરાસર છે. તેમાં આદેશ્વર ભગવાનની પ્રતિમા ઘણું ચમત્કારીક છે. દેરામાં ત્રણ ત્રણ માળ સુધી એક થાંભલાના મુખજીની પ્રતિમાઓ છે. આ અમરસાગર ગામથી ત્રણ કેશપર લેદ્રવા પાશ્વનાથજીનું દેરાસર છે. પ્રતિમાજીની એક ફેણમાંથી નીકળતી એક હજાર ફેણ બહુ જ શુભાકારક છે. તેની પાસે અષ્ટાપદજીનું દેરાસર છે. તેમાં પણ ઘણી મનહર પ્રતિમાઓ છે. તે ઉપર કલ્પવૃક્ષનું મોટું ઝાડ છે. તે બનાવતાં રૂ. પાંચ હજાર લાગ્યા છે, ને તે પાંચ કોશ દૂરથી દેખાય છે. તે દેરાસરના ઘુમટની બાજુમાં મેટા ફણધર અધિષ્ઠાયક છે. તે આશાતના થવા દેતા નથી, અહીંયાં ઓશવાળનાં પહેલાં ત્રણ હજાર ઘર હતાં. આ દેરાસરમાં પેસતાં જે ઉંચું તારણ છે, તેનું શિ૯૫ ખાસ જોવા લાયક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org