________________
૧૭૧
શ્રી મનરંજન પાર્શ્વનાથજી સાણા વસાવ્યું છે ને ત્યાં તેમણે ચામુંડા દેવીનું મંદીર પણ બંધાવ્યું છે. પણ મસાજીને પુત્ર ન હોવાથી તેમનું મન રાજી રહેતું નહીં. પુત્ર માટે અનેક પ્રકારના ઉપાય મસાજ ઠાકરે કર્યો, પણ તેમને દીકરો થતો નહીં. એક વખત કેઈન કહેવાથી કેઈ જેન આચાર્ય પાસે મસાજ ઠાકોર ગયા. ધર્મોપદેશ શ્રવણ કર્યા પછી પુત્ર પ્રાપ્તિ માટે ઠાકોરે આચાર્યશ્રીને જણાવ્યું. આચાર્યે પાર્શ્વનાથની મંત્ર વિધિ પૂજન વગેરેથો આરાધના કરવાની વિધિ બતાવી. તે પ્રમાણે પિતાના મકાનમાં શુદ્ધ જગ્યાએ પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપન કરીને વિધિ સહિત આરાધન કર્યું, રાજાને પુત્ર થયે, જેથી તેમનું મન બહુ રંજન થયું. તે વખતે ભગવાનનું નામ પણ મનરંજન પાર્શ્વનાથ સ્થાપ્યું. આ પ્રતિમાજી મહેસાણાના મેટા શિખરબંધી દેરાસરજીમાં છે.
શ્રી મહાદેવા પાર્શ્વનાથજી.
(પર) પાટણમાં ખરતરવસીના પાડામાં મહાદેવા પાર્શ્વનાથ જીનું દેરાસર આવેલું છે.
શ્રીમક્ષીજી પાર્શ્વનાથજી.
(૫૩) મક્ષીજી પાર્શ્વનાથની મૂર્તિ દેરાસર નીચે યરામાંથી. પ્રગટ થઈ હતી, તે વખતે ત્રણ હજાર માણસે એકઠાં થયાં હતાં. ઉજનથી પાળ જતાં માળવામાં મક્ષીજી ગામમાં તેમનું ઘણું જ મોટું ભવ્ય દેરાસર છે. લાખના ખરચે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org