________________
૧૭ર
પુરિસાદાણી શ્રીપાનાથજી નાથનું ત્રણ શિખર સહિત દેરાસર છે, પ્રતિમા શ્યામવર્ણ છે. તે પ્રતિમાજી ઉપર લેખ નથી. ભીલડીયા ગામમાં કુવા પરબે પત્થરના બાંધેલાં છે, તેના ઉપર સંવત ૧૫ ને લેખ છે. તે ગામમાં ગૌતમ સ્વામીની પ્રતિમા પંદર વર્ષ પહેલાં નીકળેલી તેની ઉપર પણ સંવત ૧૧ ને લેખ છે. હાલ દેરાસર છે તે પણ સંવત ૧૧માં પ્રથમ બંધાયેલ હશે. પણ વખતો વખત જિર્ણોદ્ધાર થયા કરે છે. આ ગામમાં માગસર વદી ૧૦ (પોષ દશમ) નો મોટો મેલો ભરાય છે, કેમકે તે દિવસે શ્રી પાર્શ્વનાથજીનું જન્મ કલ્યાણક છે. ત્યાં શ્રી ભીલડીયાજી સીવાય બે પ્રતિમા બીજી પણ છે. તેમાં એક નેમિનાથની ને બીજી પણ પાર્શ્વનાથની છે. તે પણ સંવત ૧૧ ના પહેલાની છે. ભીલડીયા પ્રથમ મોટું શહેર હતું હાલમાં તે તે ઘણુ વરસોથી ભાગી નાનું ગામ બન્યું છે. દંતકથા છે કે ત્રણે પ્રતિમા પ્રથમ મેંયરામાં હતી. પ્રતિમાઓ ચમત્કારી છે.
ઘણા અન્ય લોકો તો બાધા આખડીઓ પણ રાખે છે. ડીસાથી ભીલડીયે જવાય છે. ડીસાથી ભીલડીયા સાત આઠ કેશ ટૂર છે ત્યાં નેમ રાજુલનું ચિત્ર છે. ભીલડીયાજી તીર્થની દેખરેખ ડીસાવાલા રાખે છે.
શ્રીમનરંજન પાર્શ્વનાથજી.
- ૧) મહેસાણામાં મોટું શિખરબંધી દેરાસર મનરંજન પાર્શ્વનાથજીનું છે. મસાજી નામના ચાવડા રજપુતે મહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org