________________
૧૬૮
પુરિસાદા શ્રી પાર્શ્વનાથજી , પછી ગુરૂએ જૈન ધર્મનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. દેવગુરૂ ધર્મનું સ્પષ્ટીકરણ કરી તેમનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાવ્યું.
તે વખતે લેકે ગુરૂવચન સ્વીકારી કહેવા લાગ્યા કે “અમારે હવે પૂજન કરવા માટે જિનેશ્વરની પ્રતિમા કેવી રીતે મેળવવી?”
તે વખતે ગુરૂએ કહ્યું કે “હું જ્યાં બેઠે છું ત્યાં દશે, એટલે તમને પ્રતિમા મળશે.” પછી તેમણે દવા માંડ્યું તો ત્યાંથી ભીડભંજન પાર્શ્વનાથ સંવત ૧૫૧૬ ની સાલમાં પ્રગટ થયા. તેમની સાથે બે કાઉસગ્ગીયા જે હાલમાં મેટા દેરાસરજીમાં તેમની બન્ને બાજુએ બેસાડેલા છે તે તથા પિત્તલની દીવી અને એક ત્રાંબાની કુંડી નીકળી હતી. એ પ્રમાણે ત્યાંથી ખેદતાં નીકળ્યું પછી તેમણે પૂછયું કે ભગવાન ! અમે આ ભગવાનને ક્યાં સ્થાપીયે”
ગુરૂ મહારાજે જણાવ્યું “આ નદી પાર ટેકરી છે. તેની ઉપર દેરાસર બંધાવી તમે પ્રતિષ્ઠા કરાવે, આગળ તે શહેરને મધ્ય ભાગ થશે.”
આ વખતે પ્રસ્તુત સમયે ખેડા કંઈક પડતીમાં આવી ગયું હતું. અને હાલ જે મકાને છે તે તે વખત પછી થયાં હશે. તે પહેલાં પણ કવચિત ખેડાની સ્થીતિ સારી હાય એમ અનુમાન થાય છે. કારણ કે સિધ્ધેશ્વરી માતાની જગ્યા જે સિદ્ધેશ્વરીને ટેકરે કહેવાય છે, તે જગ્યાએથી સેનાને સર્પ જડ્યો હતો. એક સોનએ તે ગળાવી નાખે, સોનીનું નખેદ ગયું. તે વગેરે ઘણી હકીકત છે. સંવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org