________________
પુરિસાદા શ્રી પાર્શ્વનાથજી વગર પોતે જમવું નહીં, કઈ પ્રસંગે તે દેશાવર જવા સારૂ નીકળ્યા પણ ત્રણ દિવસ સુધી કોઈપણ ગામે રસ્તામાં પૂજનને જેમ બન્યું નહીં, જેથી તેમને એવી રીતે અઠ્ઠમનો તપ થયે. હવે તેમણે એવો વિચાર કર્યો કે પાંચ સાત ગાઉમાં કઈ બીજું નામ નથી, જેથી તે ભટેવા ગામમાં આવ્યા. ત્યાં તલાવમાંથી છાણ માટી લઈ પ્રતિમા બનાવી, તે સુકાયા પછી પિતાની પાસે અષ્ટ દ્રવ્ય રાખ્યાં હતાં તેના વડે પૂજા કરી, અત્યંત ભાવના ભાવી. તેની આવી ભાવનાથી તે ખેતરને યક્ષ પ્રગટ થયે. અને શેઠને કહ્યું કે “તારી ભાવનાથી હું પ્રસન્ન થયો છું જેથી આ તારી કરેલી પ્રતિમા વમય થશે.”
તે વારે શેઠે જણાવ્યું કે “તે પ્રતિમા માટે દેરાસર કરાવવું જોઈએ પણ મારી પાસે ધન નથી.”
આજે આ ખેતર તું લે કાલે સવારે આવીશ ત્યારે તને ઘણું ધન મળશે. એમ જણાવી ક્ષેત્રદેવ અદશ્ય થઈ ગયે. પછી શેઠે ખેતર લઈ લીધું અને બીજે દિવસે ખેતરમાં ગયો એટલે તેની ભકિતના પ્રભાવે ત્યાં ઘણું જ ધન પ્રગટ થયું. પછી તેના વડે ભટેવામાં દેરાસર બંધાવી પ્રતિમાજી ત્યાં પધરાવ્યાં તેનું નામ ભગતીયા પાર્શ્વનાથ રાખ્યું. કાળે કરીને તે શબ્દ અપભ્રંશ થતાં તેનું ભટેવા પારસનાથ નામ પડ્યું.
ચાણસ્મામાં શ્રીભટેવા પારસનાથની છાણમાંથી પ્રગટ થએલી પ્રતિમા છે તે તીર્થરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org